સોનૂ નિગમે ભૂષણ કુમારનો ભાંડો ફોડી નાખ્યો

સોનૂ નિગમે ભૂષણ કુમારનો ભાંડો ફોડી નાખ્યો
Spread the love

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતની સુસાઈડ બાદ બોલિવૂડમાં જૂથવાદ અને પરિવારવાદને લઈ મોટી ચર્ચાએ જોર પડક્યું છે. સુશાંત સિંહના નિધન બાદ પ્રખ્યાત સિંગર સોનૂ નિગમે પોતાના એક વીડિયોમાં કહ્યું હતું કે, મ્યૂઝિક ઈંડસ્ટ્રીમાં પણ માફિયા છે અને જે રીતે યંગ સિંગર પર દબાણ વધી રહ્યું છે, તે જો આ ઈંડસ્ટ્રીમાં કોઈ મ્યૂઝિક કંપોઝર, ગીતકાર અથવા તો સિંગરની સુસાઈડ જેવી ખબરો આવી શકે છે. સોનૂ નિગમના આ નિવેદન બાદ ઈંડસ્ટ્રીમાં હલચલ વધી ગઈ છે અને તેને પોતાના લેટેસ્ટ વીડિયોમાં ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર પર પણ પ્રહારો કર્યા છેલાતો કે ભૂત બાતો સે નહીં માનતે.

સોનૂ નિગમે પોતાના લેટેસ્ટ વીડિયોમાં કહ્યું છે કે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે…મેં કોઈનું નામ પણ નથી લીધું પ્રેમથી કહ્યું હતું કે, તમે લોકો નવા લોક સાથે પ્રેમથી વર્તો. સુસાઈડ થયા બાદ રોવાથી સારુ છે કે, માહોલને પહેલાથી જ સુધારી લ્યો, પણ માફિયા છે, તે માફિયાની ચાલ જ ચાલશે. તેમને તો આદત છે. તેમણે 6 મહાન લોકોને કહ્યું છે કે, તેઓ મારા વિરુદ્ધ ઈન્ટરવ્યુ આપે. મેં કોઈનું પણ નામ નથી લીધું, તેમ છતાં મારૂ નામ લેવામાં આવી રહ્યુ છે.મ્યૂઝિક ઈંડસ્ટ્રીઝમાં ચાલી રહ્યું છે માફિયા રાજ સોનૂએ આગળ જણાવ્યું છે કે, જેમાંથી અમુક લોકો તો એવા છે કે, જે મારી ખૂબ જ નજીક છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મને આ જ વાત કહી રહ્યા છે, હવે તેમને અલગથી કહેવુ પડે છે.

જેમાથી એકનો તો સગો ભાઈ છે.જેણે દોઢ વર્ષ પહેલા ટ્વીટર પર લખ્યું હતું કે, જો મ્યૂઝિક ઈંડસ્ટ્રીમાં એકતા હોત તો ચિત્ર કંઈક જુદૂ જ હોત, કારણ કે, દેશનો દરેક મ્યૂઝિસિયન પ્રતાડિત છે. કારણે તેને તે કરવા દેતા નથી જે તે કરવા માગે છે.આ તેમની ભાષા છે. આજથી થોડા સમય પહેલા જ. હકીકતમાં માણસ અહીં જ માર ખાઈ જાય છે કારણ કે, ખોટા લોકો ખોટી ચાલ ચાલે છે.ભૂષણ કુમારથી એકદમ નારાજ દેખાઈ રહ્યો છે સોનૂ નિગમ સોનૂએ આ બાદ ભૂષણ કુમાર વિશે વાત કરતા લખ્યું કે, ભૂષણ કુમાર, હવે તો તારૂ નામ મારે લેવુ જ પડશે.

અને હવે તૂ તૂ..ને લાયક જ છે.તે ખોટી જગ્યાએ અડંગો લગાવી દીધો છે. સમજ્યો. તૂ ભૂલી ગયો તે સમય જ્યારે તુ મારા ઘરે આવી…ભાઈ મારો આલ્બમ કરી દ્યો, ભાઈ દિવાનો કરી દ્યો, ભાઈ મને સહારા શ્રી સાથે મળાવી દ્યો. સ્મિતા ઠાકરે સાથે મળાવી દ્યો, ભાઈ બાલ ઠાકરે સાથે મળાવી દ્યો, ભાઈ અબૂ સલેમથી બચાવી લ્યો, યાદ છે ને ? અલૂ સલેમ ગાળો આપી રહ્યો છે.

યાદ છે ને આ બધી વાતો? હવે તને કહી છું કે, મારા મોઢે લાગતો નહીં બસ. ભૂષણ કુમારનો ભાંડો ફોડી નાખ્યો સોનૂએ આગળ જણાવ્યું છે કે, મરીના કંવર યાદ છે ને, મરીના કંવર તે શું બોલી હતી અને શા માટે બૈકઆઉટ થઈ ? જે મને નથી ખબર પણ મીડિયાને ખબર છે. માફિયા આવી રીતે ફંક્શન કરે છે. જેનો વીડિયો મારી પાસે પડ્યો છે. હવે જો તે મારી સામે ઉંચીનીચી કરી તો, આ વીડિયો યૂટ્યૂબ પર નાખી દઈશ અને બહુ ધૂમધામથી નાખીશ. મારા મોઢે લાગીશ નહીં બસ

SONU-NIGAM-1-960x640.jpg

Right Click Disabled!