સૌરાષ્ટ્રભરમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમ અને નદીઓમાં બે કાઠે પુર આવતા પાણી આનંદ

સૌરાષ્ટ્રભરમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમ અને નદીઓમાં બે કાઠે પુર આવતા પાણી આનંદ છવાઈ ગયો છે.બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના પાટણા (માલજીના)ગામ પાસેથી પસાર થતી કાળુભાર નદીમાં ગઈકાલે સાંજે ઉપવાસના ગામો રસનાળ, પાડાપાણ, જુનવદર, ગળકોટડી, હિરાણા ગામોમાં અનરાધાર વરસાદ વરસતા ઘૂઘવતૂ બે કાઠે પાણી આવતા આજે શુક્રવારે સવારે પાટણા (માલજીનાં) સરપંચ શ્રી રસ્મીતાબા નરેન્દ્રસિંહ ગોહિલે પૂજા અર્ચના કરી નવા નીરના વધામણા કરી નદી માતાનું પૂજન કર્યું હતુ. પાટણા ગામમાં બે કલાકમા સુપડાધારે ૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અતુલ શુકલ
