સૌહાર્દ સંમેલનના પ્રણેતા એ. આઈ. સયેદ પૂર્વ આઈજી IPSનું દેહાવસાન

સૌહાર્દ સંમેલનના પ્રણેતા એ. આઈ. સયેદ પૂર્વ આઈજી IPSનું દેહાવસાન
Spread the love

ગુજરાત રાજ્ય ના પુર્વ આઈજીતેમજ રાજય વકફ બોર્ડ ના પુર્વ ચેરમેન જનાબ એ. આઈ. સૈયદ સાહેબના નિધન થયાના સમાચાર સાંભળી ખુબ દુઃખ સાથે શોકનું મોજું ફરી વળ્યું . ગુજરાત રાજ્ય માં ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા સામાજિક સંવાદિતાના હિમાયતી સવાયા ગુજરાતી તરીકે દરેક વ્યક્તિની એક મુલાકાતમાં અમીટ છાપ છોડી જનાર સોહાર્દ સબરસ સંમેલનોના પ્રણેતાની કોરના જેવી મહામારીના સકંજામાં સપડાય અમદાવાદની એપોલો ખાતે કોરોનાની જંગ હાર્યા અચાનક અણધારી રીતે વિદાય લેતા ગનગીની વ્યાપી ગઈ એક નિષ્ઠાવાન જીલ્લા પોલીસ અધીકારી તરીકે કામગીરી શરૂ કરી સારી એવી લોકચાહના મેળવી નિવ્રુતી સુધી પ્રમાણીક કામગીરી બજાવી સરકાર ના વિશ્વાસુ બની રહ્યા.

નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ સરકાર દ્વારા રાજ્યના વકફ બોર્ડ ના ચેરમેન તરીકે ની જવાબદારી સોંપવામાં આવી જે નિષ્ઠાપૂર્વક નિભાવી રાજ્ય ભરમાં સેમીનારો ગોઠવી નાના મોટા પ્રશ્નોનુ નિરાકરણ કરી સરકાર અને હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ની ખુબ ચાહના મેળવી. સૈયદ સાહેબ સાથે મુસ્લિમ સમાજના વકફના પ્રશ્ર્નો નીતિ સદાચાર અમન શાંતિ જેવા અનેક સદગુણો સાથે સુખદ ઉકેલતા અદા ના અધિકારી તરીકે સરકાર અને જનતામાં ચહિતા હતા. અઢારે આલમમાં ખૂબ લોકચાહના મેળવી હતી. અલ્લાહ મર્હુમની બાલ બાલ મગ્ફીરત ફરમાવે, જન્નતુલ ફિરદોષમાં આલા સે આલા મકામ આતા કરે… આમીન. મનસુખપરી ગોસાઈ, પરીબાપુ ઇકબાલભાઇ ડેરૈયા દામનગર, કાદરભાઇ પીરવાણી ભાવનગર, રફીકભાઇ હુનાણી દામનગર, ઇરફાનભાઇ ખીમાણી ભાવનગર, આરીફભાઇ કાલવા ભાવનગર, બાવદિનભાઈ ચુડાસમા સહિત અનેકો દ્વારા સદગતને સહહદય થી શ્રધાંજલિ પાઠવી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

1593092635538_IMG_20200624_132312.jpg

Right Click Disabled!