સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી : રામાનુજાચાર્ય મંદિરમાં સોનાની મૂર્તિ સ્થાપિત થશે

- નવી દિલ્હી હૈદરાબાદમાં ભારતમાં પહેલીવાર સમાનતાની વાત કરનાર વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીના જન્મને 1000 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
હૈદરાબાદમાં રામાનુજાચાર્યનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. 1000 કરોડથી વધારે ખર્ચમાં મંદિર તૈયાર થશે મંદિરની ખાસિયત છે કે, અહીં રામાનુજાચાર્યની બે મૂર્તિઓ હશે અને બંને જ ખાસ રહેશે.પહેલી મૂર્તિ અષ્ટધાતુની 216 ફૂટ ઊંચી છે, જે સ્થાપિત કરવામાં આવી છે, તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. બીજી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે, જે 120 કિલો સોનાથી બનેલી હશે. હૈદરાબાદથી લગભગ 40 કિમી દૂર રામનગરમાં બની રહેલાં આ મંદિરની અનેક ખાસિયત છે.
સનાતન પરંપરાના કોઇપણ સંત માટે હાલ આટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી. રામાનુજાચાર્ય સ્વામી પહલાં એવા સંત છે, જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ 2014મા શરૂ થયું હતું. રામાનુજાચાર્યની વિશાળ પ્રતિમા ચીનમાં બનેલી છે. જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે. આ અષ્ટધાતુથી બનેલી સૌથી મોટી પ્રતિમા છે. તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.
