સ્ટેચ્યૂ ઓફ યુનિટી લગ્ન પ્રસંગો માટે સજ્જ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી લગ્ન પ્રસંગો માટે સજ્જ
Spread the love

રાજપીપળા લોકડાઉનમાં બંધ થયેલા પ્રવાસન સ્થળોને હજુ ચાલુ કરવાની મંજૂરી અપાઇ નથી ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલા ટેન્ટ સિટી 1 અને રમાડા એંકોર હોટેલે આવકના સ્ત્રોત ઉભા કરવા લગ્ન પ્રસંગો માટે ભાડે આપવાનું શરૂ કર્યું છે. સરકારી ગાઇડલાઇન મુજબ 50 વ્યક્તિઓ માટે 2.50 લાખનું પેકેજ રખાયું છે નર્મદા કિનારે લગ્ન પ્રસંગ માટે એનઆરઆઇ અને મેટ્રો સિટીમાંથી ઇન્ક્વાયરી પણ ચાલુ થઇ ગઇ છે હજુ ક્યાર સુધી પ્રવાસન સ્થળ શરૂ થાય તે નિશ્ચિત નથી લોકડાઉનમાં વેપાર-ધંધાને અસર થઇ છે.

અનલોક 1-2 માં મોટા ભાગે છૂટછાટો અપાઈ છે. જોકે, પ્રવાસન સ્થળો ખોલવાની હજુય મંજૂરી અપાઇ નથી
આ સંજોગોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કરોડોના ઇન્વેસ્ટમેન્ટ વાળી ટેન્ટ સિટી 1-2 અને રમાડા એંકોર હોટલ સહિતને 3 મહિનામાં મોટો ફટકો પડ્યો છે હજુ ક્યાર સુધી પ્રવાસન સ્થળ શરૂ થાય તે નિશ્ચિત નથી 50 લોકો માટે જરૂરિયાત પ્રમાણે પેકજ રખાયુંટેન્ટ સિટી 1 ખાતે લક્ઝરીયસ અને પ્રીમિયમ 60 ટેન્ટ છે
એક લગ્નપ્રસંગ માટે 2.50 લાખનું પેકેજ રાખવામાં આવ્યું છે 50 લોકો માટે જરૂરિયાત પ્રમાણે ચા-નાસ્તો અને વેલકમ જ્યુસ, કોકટેલ, આઈસ્ક્રીમ સહિતની અનેક વેરાયટી સામેલ હશે.

0.jpg

Right Click Disabled!