સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ગાડી પાણી ભરેલા ખાડામાં ઊંઘી ખાબકી 2 ના મોત

સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ગાડી પાણી ભરેલા ખાડામાં ઊંઘી ખાબકી 2 ના મોત
Spread the love

બાવળા:વેહલી સવારે 05.35 વાગ્યા ની આજુબાજુ નો બનાવ છે. અમરેલી થી અમદાવાદ જતા હતા બગોદરા ધંધુકા રોડ પર આવેલ નવકાર ધામ તીર્થ ની પાસે આવેલ વરસાદી પાણી ભરેલા ખાડામાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી પાણી ભરેલા ખાડામાં ઉંધી ખાબકી હતી. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તે પછી બગોદરા 108 ને જાણ કરી બોલાવવામાં આવી હતી. બગોદરા પોલીસ કર્મીઓએ પાણી માં પડી દર્દીઓને બહાર કાઢ્યા હતા. અને સારવાર અર્થે બગોદરા સરકારી દવાખાનામાં લઇ ગયેલ હતા અને બે લોકો ગાડી માં ફસાયેલ હતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.

(1) ફેનીલ કમલેશભાઈ શાહ અંદાજિત ઉંમર વર્ષ 42, (2) જતીનભાઈ સુધીરચન્દ્ર પંડ્યા અંદાજિત ઉંમર વર્ષ 45 (બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.) (3) નિલેશભાઈ મહેન્દ્રભાઈ શાહ ઉંમર વર્ષ 52 તમને સામાન્ય ઇજા થયેલ છે તે કારમાં પાછળ બેઠા હતા ગાડી પાણી ભરેલા ખાડામાં પડી જતા તેઓ દરવાજો ખોલી ને જાતે જ બહાર નીકળ્યા હતા.

રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર

IMG-20200911-WA0014-2.jpg IMG-20200911-WA0012-1.jpg IMG-20200911-WA0013-0.jpg

Right Click Disabled!