સ્પા ગર્લ મર્ડર : યુવતીની મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો

સ્પા ગર્લ મર્ડર : યુવતીની મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો
Spread the love

સુરત થાઈ સ્પા ગર્લ વનિડાની ફાઈલ તસવીર રિક્ષા ચાલકને આપેલા પ્લાસ્ટિક બેગથી આખા કેમાં વળાક આવી ગયો પ્લાસ્ટિક બેગ રિક્ષા ચાલકને ફેંકી દેવાનું કહ્યું પણ ફેંકતા ભૂલી ગયો હતો. શહેરના મગદલ્લા વિસ્તારમાં 6 સપ્ટેમ્બરના રોજ એક બંધ રૂમમાંથી થાઈ સ્પા ગર્લની સળગી ગયેલી લાશ મળી હતી પહેલા અકસ્માત બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરાઈ હતી. જેમાં મૃતક યુવતીની મિત્ર એડાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ કેસમાં એક ખાસ બાબત એ છે કે, હત્યા કર્યા બાદ તમામ પુરાવા જેવા કે ધાબળો, તકિયા અને મૃતકના બે મોબાઈલ ફોન ભરી એક પ્લાસ્ટિક બેગ આરોપી એડાએ રિક્ષા ચાલકને આપી હતી.

જેના સુધી પોલીસ પહોંચી જતા આખા કેસમાં વળાંક આવી ગયો હતો મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.27 મૂળ રહે. થાઇલેન્ડ)ની ગત રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો.

content_image_394364ac-3489-47ae-89fc-1d7784fc9582.jpg

Right Click Disabled!