સ્વર્ણિમ સંકુલ ખાતે મોનિટરિંગ કરતું મશીન મુકાયું

સ્વર્ણિમ સંકુલ ખાતે મોનિટરિંગ કરતું મશીન મુકાયું
Spread the love

ગાંધીનગર : રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે થર્મલ કેમેરા સાથે મોનિટરિંગ કરતું અદ્યતન ટેકનોલોજી વાળું સ્વદેશી મશીન આયુષ્કામ 20 મૂકવામાં આવ્યું છે. આ મશીનની અંદર થર્મલ કેમેરા લગાડવામાં આવ્યા છે. જે કોઈપણ વ્યક્તિનું બોડીનું તાપમાન અને તેનું ઓક્સિજન લેવલ ચેક કરશે. જોકે મશીનની અંદર 45 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવ્યું છે.

આ મશીન પ્રતિ કલાકે 200 વ્યક્તિઓનું સરળતાથી સ્ક્રીનિંગ કરી શકે છે. આ મશીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કહેવાથી બનાવવામાં આવ્યું છે, જેનો પાઇલટ પ્રોજેક્ટ સંકુલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ મશીનમાં પ્રવેશ કરવાથી કોઈ પણ વ્યક્તિમાં રહેલો વાઈરસ કે બેક્ટેરિયા તાત્કાલિક નાશ થઇ શકે છે. આ મશીનમાં હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરની સિસ્ટમ ઉપલબ્ધ છે.

આયુષ્કામ 20ની કિંમત રૂ.20 લાખ
અમદાવાદની વટવા ફેક્ટરીમાં હિમાંશુ એન્જિનિયરિંગ વર્કસ દ્વારા 9 લાખની કિંમતનું આયુષ્કામ 20નું પ્રથમ મોડલ નિર્માણ કરીને સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ બાકીના મશીન બનાવવાનું કાર્ય ચાલુ કરવામાં આવશે. તેમ કંપનીના CEOએ જણાવ્યું છે.

gn-2.jpg

Right Click Disabled!