હથનુર ડેમમાંથી 1.45 લાખ કયુસેક પાણી છોડાયું

હથનુર ડેમમાંથી 1.45 લાખ કયુસેક પાણી છોડાયું
Spread the love

હથનુર ડેમમાંથી 24 કલાક પહેલા છોડાયેલુ પાણી ઉકાઇ ડેમમાં ઠલવાઇ તે પહેલા જ સતાધીશોએ અગમચેતી વાપરીને જે પાણી છોડવાની શરૃઆત કરી હતી. તેમાં સતત વધારો કરીને આજે બપોરથી 1.59 લાખ કયુસેક કરી દઇને રૃલલેવલ અને સપાટી મેઇન્ટેઇન રાખવાની મથામણ ચાલુ રાખી છે. તો બીજી તરફ હથનુર ડેમમાંથી મઘરાત થી આખી રાત ૧.૪૫ લાખ કયુસેક સુધી પાણી છોડયા બાદ આજે દિવસના ઘટાડતા જઇને સાંજે 65,000 કયુસેક કરી દેવાતા ઉકાઇ ડેમના સતાધીશોને રાહત થઇ હતી. જો કે મોડી સાંજે ઉકાઇ ડેમમાં હેવી ઇનફલો આવતા 1.59 લાખ કયુસેક ઇનફલો- આઉટફલો નોંધાયા હતા.

ઉકાઇ ડેમમાં સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં ખેટીયામાં 2.5 ઇંચ, સાગબારામાં 1.0 ઇંચ, ગીધાડે, દેડતલાઇ, બુરહાનપુરમાં 1.5 ઇંચ મળીને તમામ રેઇનગેજ સ્ટેશનમાં 483 મિ.મિ અને સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે આજે દિવસના વરસાદનું જોર ધીમુ પડયુ હતુ. જો કે ૨૪ કલાકમાં દેમાર વરસાદની અસર હથનુર ડેમમાં જોવા મળતા શનિવારે મઘરાતે ૧ વાગ્યે ૧.૪૫ લાખ કયુસેક પાણી છોડાયુ હતુ. જે આખી રાત ૧.૪૫ થી ૧.૪૦ લાખ કયુસેક પાણી છોડાયુ હતુ. જયારે આજે દિવસના ૧ લાખથી શરૃ થયેલો આઉટફલો સાંજના સાત છ વાગ્યે ઘટીને ૬૫,૦૦૦ કયુસેક થઇ ગયો હતો.

આમ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું તો ઘટાડી દેવાયુ હતુ. પરંતુ ઉકાઇ ડેમમાં આજે સવારે આઠ વાગ્યે ૧.૪૬ લાખ કયુસેક ઇનફલો આવ્યા બાદ દિવસના ઘટતો જઇને ૬૪,૦૦૦ કયુસેક થઇ ગયો હતો. જો કે સતાધીશોએ અગમચેતી વાપરીને હથનુર ડેમનું પાણી ઉકાઇ ડેમમાં આવવાનું હોવાથી બપોરે ૧૨ વાગ્યા થી જ ૧.૫૯ લાખ કયુસેક પાણી છોડવાની શરૃઆત કરી હતી. જે અવિરતપણે ચાલુ રાખી હતી.જેના કારણે સપાટી ૩૩૫ ફૂટની આજુબાજુ જ સ્થિર રહી હતી. મોડી સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની સપાટી રૃલલેવલ ૩૩૫ ફૂટથી થોડી ઉપર ૩૩૫.૧૬ ફૂટ અને ઇનફલો ૧.૪૩ લાખ કયુસેક ની સામે ૧.૫૯ લાખ કયુસેક પાણી છોડાતુ હતુ.

2_1598833028.jpg

Right Click Disabled!