હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2020 જન્માષ્ટમીની ઉજવણી

હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2020 જન્માષ્ટમીની ઉજવણી
Spread the love

હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 12 ઓગસ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વર્તમાન રોગચાળાને અનુલક્ષીને ભક્તો માટે ઓનલાઈન ઉજવણી કરી રહ્યું છે. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાવશે.
સ્વામીજીનું સર્વ ભક્તોને ઓનલાઈન ઉત્સવમાં જોડાવા આમંત્રણ

જન્માષ્ટમીની ભવ્યતા સમજાવતા હરેકૃષ્ણ મુવમેન્ટના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણદાસાએ જણાવ્યું કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ એ ખૂબ જ મોટો અને મહત્વનો ઉત્સવ છે પણ હાલની અચોક્કસ સ્થિતિને ધ્યાનમાં રાખતા ભક્તો ના દર્શનાર્થે આ વર્ષે સમગ્ર ઉત્સવનું પ્રસારણ ઓનલાઈન માધ્યમ દ્રારા કરવામાં આવનાર છે. ઉપરાંત ભગવદગીતામાં આપેલ ઉપદેશ અનુસાર જો આપણે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલ આ ઉપદેશને સમજીને તેમને આવા ઉત્સવ થકી યાદ રાખીએ તે થકી જ આપણે આ દુનિયામાં શાંતિ અને સંવાદિતાની અપેક્ષા રાખી શકીશું. અમો આ વર્ષે ભક્તો ઉત્સવનો આનંદ માણી શકે અને દર્શન કરી શકે એ માટે ઓનલાઈન વ્યવસ્થા કરી છે.

તેમની અનુકુળતા અર્થે, હરેકૃષ્ણ મંદિર દિવસ દરમ્યાન યોજાનાર બધા જ કાર્યક્રમોનું યુટયુબ અને ફેસબુક દ્રારા ઓનલાઈન પ્રસારણ કરશે. ઓનલાઈન દર્શન સવારના 8 વાગ્યાથી ઉઘડશે અને મધ્યરાત્રીના 1 વાગે બંધ થશે. ભગવાનશ્રીની પ્રસન્નાર્થે વિવિધ ખ્યાતનામ ભજન ગાનાર ગીતકાર દ્રારા ભજનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ભક્તો ભક્તિપૂર્ણ ધૂનનો સ્વાદ માણી તહેવારના તેમના અનુભવને સમૃદ્ધ બનાવી શકે છે. હિંડોળા સેવા દિવસભર યોજવામાં આવશે. અમે બધા ભક્તો સામાજિક અંતર જાળવી રાખે અને સરકાર દ્વારા આ સુચિત કરાયેલ ગાઇડલાઇન્સનું આ નિર્ણાયક સમયમાં ચુસ્તપણે પાલન થાય તે માટે અમે વિશેષ વ્યવસ્થા કરી રહ્યા છીએ.

ઉત્સવની વિશેષતાઓ વિશેષ જન્માષ્ટમી અંલકાર :
જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રી શ્રી રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવાશે. ભગવાનશ્રીને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવન થી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવશે. આમ પ્રમાણેના સુંદર રંગો , ડીઝાઈન અને મટીરયલ્સની પસંદગી માટેની તૈયારી સતત 2 મહીના પહેલાથી કરવામાં આવે છે. આમ આવા વસ્ત્રોથી સુસજજ ભગવાનીશ્રીને ઉત્સવ દરમ્યાન નિહાળવાની આનંદદાયક હોય છે. ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવશે.

  • આધ્યાત્મિક મનોરંજન – દર્શનાથે આવતા ભક્તોને આધ્યાત્મિક અનુભવ અને ભગવાન શ્રીકૃષ્ણએ કરેલ લીલાઓથી માહિતગાર કરવા માટે વિવિધ એક્ટિવીટી અને ઈવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ટોક શો અને શ્રીક્રિષ્ના જન્માષ્ટમી કથા – દિવસ દરમ્યાન ભગવાનશ્રી કૃષ્ણએ કરલે લીલાઓને સંસ્મરણ અને ચર્ચા કરવા એક ચર્ચા પેનલનું પ્રસારણ કરવામાં આવશે.
  • ઈ-પુષ્પઅર્ચના સેવા – ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પ અર્ચના અર્પણ કરવાનો લાહવો આ શુભદિવસે પ્રાપ્ત થશે.
  • સાંસ્કૃતિક કાર્યક્રમ – ભગવાન શ્રી કૃષ્ણએ કરલે લીલાઓનું નિરૂપણ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નૃત્ય, ડ્રામા વગેરેનું પ્રસારણ કરવામાં આવશે.
  • બાળકૃષ્ણ કોસ્ચ્યુમ સ્પર્ધા – બાળકોને તેઓના ઘરે ભગવાન શ્રીકૃષ્ણ –રાધા જેવા પોશાક ધારણ કરવા માટે ઉતેજીત્ત કરવામાં આવશે.
  • ઓનલાઈન પ્રશ્નોત્તરી અને સ્પર્ધા – બધા નું ભગવાન શ્રી કૃષ્ણ વિશેનુ જ્ઞાન ચકાસવા માટે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે
  • ઝુલન (હિંડાળા) સેવા – દિવસભર દરમ્યાન ઝૂલન સેવાનું ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવશે. બધા ભક્તોને ભગવાનશ્રીને ઝૂલવવા આમંત્રણ આપવામાં આવે છ.

સ્વર્ણ રથ જન્માષ્ટમી ઉતસ્વ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટરીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સવારે 11.00 વાગે સવારી કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રી ની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવશે. આજ રીતે સમીસાંજે પણ ભગવાનશ્રી ની પ્રતિમાને સ્વર્ણરથમાં સવારી કરાવવામાં આવશે. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવશે. સ્વર્ણરથ ઉત્સવ એ ગુજરાતનાં મંદિરોમાં થતી વિશિષ્ટ ઉજવણીઓમાં ની એક ઉજવણી છે.

મહાઅભિષેક : આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવશે. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. મધ્યરાત્રીના 12 વાગે પરંમપરાગત દિવડાઓથી મહામંગલા આરતી કરવામાં આવશે.

મહામંગલા આરતી: ભવ્ય મહામંગલા આરતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે, મધ્યરાત્રિના 12 વાગે સંકિર્તન સાથે કરવામાં આવશે. હાલ વિશ્વમાં વ્યાપ્ત રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ભક્તો માટે દર્શનાર્થે મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે. જેની નોંધ લેવા સૌ ભક્તોને વિનંતી છે. તારીખ 13 ઓગસ્ટના રોજ નંદોત્સવ અને વ્યાસ પૂજા મંદિરમા ઉજવવવામાં આવશે. વૈષ્ણવગુરૂના જન્મની ઉજવણીને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે, જન્માષ્ટમીના બીજા દિવસે થયો હતો તેથી આ પ્રસંગને ભવ્ય રીતે વ્યાસપૂજા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન શ્રી દર્શન ઉત્સવના તા. 11 ઓગસ્ટ,2020 થી લઈને 13 ઓગસ્ટ,2020 સુધી બધા ભક્તો માટે દર્શનાર્થે બંધ રહેશે. સમાજના લોકોના સ્વાસ્થય અને સલામતી માટે અમો સૌ કોઈને રાજય અને કેન્દ્ર સરકાર દ્રારા સુચવેલ ધારાધોરણનું ચુસ્તપણે પાલન કરવા તથા પોતાના ઘરમાં જ રહેવા અને મંદિરની મુલાકાત જણાવેલ ત્રણ દિવસના સમયગાળા દરમ્યાન ન કરવા સલાહ આપીએ છીએ. અમો દ્રારા બધા ભક્તો ઉત્સવમાં ભાગ લઈ શકે તે માટેની બધી વ્યવસ્થા હરેકૃષ્ણ મંદિરની ઓફિશિયલ યુટયુબ ચેનલ અને ફેસબુક પેઝમાં કરવામાં આવી છે.

IMG-20200808-WA0012.jpg

Right Click Disabled!