હળવદના નવા ધનાળામા અવારનવાર લાઈટ જવાથી ગ્રામજનો ત્રાહિમામ

Spread the love

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના લોકોને ગઇકાલ આખી રાત વીજળી વિના વિતાવવી પડી હતી તો આજે ફરી બપોરના સમય ગામમા લાઇટ કાપ મુકી દેવાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. હળવદના ધનાળા ગામના લોકો જાણે જૂની સદીમાં જીવી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે જેમાં ગઈ આખી રાત વીજ પુરવઠો ગુલ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી થઈ હતી ત્યારે હળવદના ધનાળા ગામના લોકોના જણાવ્યા અનુસાર જ્યારે વરસાદની આગાહી થાય કે તુરંત જ વીજ પુરવઠો પણ ગુલ થઈ જાય છે અને આગાહી થાય ત્યારથી લઇને વરસાદ બંધ થયા ત્યા સુધી ગામમા વિજ પુરવઠો બંધ જ રહે છે ફક્ત સામાન્ય વરસાદ પડવાની સાથે ગામમા અંધારપટ થઈ જાય છે.

આ બાબતે પીજીવીસીએલના કર્મચારીઓને હાલાકી બાબતે જાણ કરતા તેઓ ગલ્લા તલ્લા દઇ અને વાતને રફેદફે કરી ગામ લોકોને આશ્ર્વાસન આપી સંતોષ માની લે છે પરંતુ કામગીરી આ વીજ પુરવઠો મળે એ માટે કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી અને અવાર નવાર લાઇન ફોલ્ટના નામે લાઇટ કાપી નાખવામા આવતી હોવાના બહાના કાઢે છે અને ફોલ્ટ સર્જાય તો સમયસર રીપેર પણ કરવા આવતા નથી ત્યારે નવા ધનાળા સહિત આજુબાજુના ગામોમા પણ વિજળીના ધાંધીયા ચાલી રહ્યા છે જેના લીધે ગ્રામજનો સામાન્ય સુવિધાઓથી વંચિત છે તો ચૂંટણી સમયે લાઈટ,પાણીના વાયદા કરી મત માંગવા આવતા નેતાઓ આ પ્રશ્ન નો નિકાલ કરે તેવી માંગ ગ્રામજનોએ કરી છે.

Right Click Disabled!