હળવદના મયુરનગર ગામે પુલ ધોવાણ થતાં વાહનચાલકો પરેશાન

હળવદના મયુરનગર ગામે પુલ ધોવાણ થતાં વાહનચાલકો પરેશાન
Spread the love

હળવદના મયુરનગર ગામને જોડતો અંધારી વિસ્તારનો પુલ ભારે વરસાદના પગલે જર્જરીત હતો તે તુટી જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ ને તકલીફ પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હળવદ પંથકમાં વરસાદના પાણી ફરી વળતા હળવદના અંધારી-મયુરનગર ગામનો બેઠો પુલ તુટી ગયો છે. આ બેઠોપુલ તૂટી જવાથી ગામલોકોની અવરજવર બંધ થઈ ચુકી છે અને આ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે જેમાં આશરે 100 ઘરોનો આ માર્ગ તુટી જતાં દવાખાને તેમજ શાળા અને બેંકમાં અવરજવરની તકલીફો ઉભી થઈ છે.

આ અંગે ગામલોકોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે એક વર્ષમાં આ બેઠોપુલ તૂટી ગયો છે. પુલ તૂટી જવાથી ગામ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. આથી, ગામલોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમની આ વેદના કોઈ સાંભળતું ન હોવાનું પણ રોષપૂર્વક જણાવ્યું હતું અને તંત્ર વહેલી તકે પુલનું યોગ્ય સમારકામ કરે તેવી ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે.

Screenshot_2020-07-09-12-05-51-66.png

Right Click Disabled!