હળવદના માનસરમા કઠપૂતળીઓ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ

હળવદના માનસરમા કઠપૂતળીઓ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ
Spread the love

લોકડાઉનમા બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ જળવાઈ રહે તે માટે માનસર પ્રાથમિક શાળાના આચાર્યએ કઠપૂતળીઓ દ્વારા કવિતાઓ, વાર્તાઓ, અને પાઠ્યપુસ્તકોના પાઠ લોકડાઉનમા ઓનલાઈન ભણાવવાની શરૂઆત કરી છે જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાનું નેતૃત્વ કરી રાજ્ય કક્ષાની CCRT દ્વારા હૈદરાબાદ ખાતે 19 દિવસોની 2019 માં તાલીમ લીધી હતી અને હાલમાં 185 વિદ્યાર્થીઓને 20 પપેટ દ્વારા અનોખું શિક્ષણ આપવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

માનસર પ્રાથમિક શાળામાં 20 જેટલા જુદી જુદી પપેટ (કઠપૂતળી) બનાવી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારી છે જેમાં કવિતાઓ, વાર્તાઓ, પાઠ સહિતના લેસન હવે ઓનલાઈન સિધા વાલીના વોટ્સએપમાં મોકલી આપવામાં આવી રહ્યાં છે અને બાળકોમાં પપેટ દ્વારા આપવામાં આવતા શિક્ષણથી નવી ચેતનાઓ જાગી છે અને રોજ નવા વિડીયો માટે ઉત્સુકતા જણાય છે.

વિમલભાઈ પટેલ આચાર્ય તરીકે માનસર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમને પપેટ શો માટે પપેટ થિયેટર પણ શાળામાં નિર્માણ કર્યું છે જેનાંથી બાળકો અંગ્રેજી ગણિત જેવા અઘરા વિષયો પણ સચોટ અસરકારક રીતે યાદ રહી જાય તેવો શો કરવામાં આવે છે તો સાથે અલગ અલગ 20 જેટલા પપેટ (કઠપૂતળી) ઓ પણ વિદ્યાર્થીઓમાં પણ રસપ્રદ બની છે અને દિવસ ભર શિક્ષણમાં જ રચ્યાં પચ્યા રહેવાથી સરળતાથી યાદ રહી જાય છે.

કઠપૂતળીના કારણે બાળકોમાં નવા વિડીયોની ઉત્સુકતા જોવા મળે છે આમ તો સ્કુલ ચાલુ હતી ત્યારે પ્રાથૅના દરમિયાન દરરોજના અભ્યાસથી વિદ્યાર્થીઓની અનિયમિતતા પર મોટો અંકુશ મેળવ્યો છે અને બાળકોમાં અભ્યાસનો રસ વધે છે.લોકડાઉનમા સમય મળી રહેતા વિમલભાઈ પટેલે અલગ અલગ પપેટ બનાવી છે વિમલભાઈએ 2019માં રાજ્ય કક્ષાના કાર્યક્રમ CCRT દ્વારા હૈદરાબાદ ખાતે 19 દિવસોની તાલીમમાં શીખી મોરબી જિલ્લાનુ નેતૃત્વ કર્યું હતું તો સાથે સારા બાસુરી વાદક પણ છે અને ગત વર્ષે આયોજિત તાનારીરી મહોત્સવમાં 108 બાસુરી વાદક સાથે રાષ્ટ્રગીત અને રાગ ખમાજ વગાડી ગિનિસ બુક ઓફ વલ્ડૅમાં સ્થાન મેળવ્યું છે અને પ્રદેશ કક્ષાએ દ્રિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Screenshot_2020-09-11-16-47-09-01.jpg

Right Click Disabled!