હળવદમા ગુજકોમાસોલે રાયડાની ખરીદી શરૂ કરી

હળવદમા ગુજકોમાસોલે રાયડાની ખરીદી શરૂ કરી
Spread the love

શિયાળુ પાક એવા રાયડાની આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા જિલ્લાના ખેડુતોની ખરીદી શરૂઆત કરી હતી જેમાં જિલ્લામાં 80 ખેડૂતોએ 885ના ભાવનુ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મોરબી જિલ્લામાં હળવદ એક સેન્ટર પરથી તમામ ખેડૂતોના રાયડાની ખરીદી થશે જેમાં 25 જેટલા ખેડૂતો 1500 મણ રાયડો લઈને પહોંચ્યા હતા.

માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજકો માસોલ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા રાયડાની ખરીદી શરૂઆત કરવામાં આવી છે જેમાં શિયાળુ પાક એવા રાયડાની 885 માં 80 જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે 25 જેટલા ખેડૂતો પોતાના વાહનોમાં 1500 મણ જેટલો રાયડો લઈને પહોંચી ગયા હતા અને બજારમાં મળતા ભાવ કરતાં ટેકાના ભાવે રાયડાનુ વેચાણમાં સારાભાવ મળતા હોવાનો આનંદ તેમના ચહેરા પર દેખાય આવતો હતો તો સાથે મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને ફકત હળવદને જ સેન્ટર મળતા અન્ય તાલુકાના ખેડૂતોને અગવડતા ઉભી થઈ હતી.

IMG-20200709-WA0021.jpg

Right Click Disabled!