હળવદમા ટેકાના ભાવે ચણાની ખરીદીની પુર્ણાહુતી 1046 ખેડુતોએ વેચાણ કર્યું

હળવદમા ટેકાના ભાવે ચણાની ખરીદીની પુર્ણાહુતી 1046 ખેડુતોએ વેચાણ કર્યું
Spread the love

હળવદમાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પુર્ણાહુતી થઈ છે જેમાં 1401 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાથી ગુજકો માસોલ દ્વારા વારાફરતી બોલાવી કામગીરી પુરી કરવામાં આવી હતી જોકે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોનો ત્રણ માસ અગાઉનો પાક સંગ્રહ ફરજ પડી હતી ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 1046 ખેડુતોના 776.900 મે ટન ચણાની હળવદ સેન્ટરમાથી ખરીદી કરવામાં આવી હતી. હળવદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકો માસોલ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલા 1401 જેટલા ખેડૂતોને વારાફરતી મેસેજ દ્વારા ચણા સાથે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતો પોતાના વાહનો સાથે ચણા લઈ પહોંચી ગયા હતા.

જોકે ખેડુતોએ 3 માસ અગાઉ 125 મણ ચણાનું રજીસ્ટ્રેશન કર્યુ હતું પરંતુ સરકારના નવા પરિપત્ર મુજબ ફક્ત 27 મણ ચણા ખરીદી કરી કરવામાં આવી હતી. 3 મહિના સંગ્રહ કરી અંતે ખેડૂતો પાસેથી 27 મણ ચણાની ખરીદી થઈ હતી ત્યારે ખેડૂતોમાં અસંતોષ પણ જણાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 975 ભાવના 125 મણ ચણા ખરીદવાનું ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં 27 મણ ચણાની ખરીદી કરી હતી જેમાં હળવદ સેન્ટરમાથી 1401 ખેડૂતો પૈકી 1046 ખેડુતોના 776.900 મે ટન ચણા ખરીદી કરી કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

Screenshot_2020-06-26-14-44-16-85.png

Right Click Disabled!