હળવદમા નલ સે જલ યોજના અંતર્ગત પાણી છેવાડે પહોચાડાશે…બાવળીયા

હળવદમા નલ સે જલ યોજના અંતર્ગત પાણી છેવાડે પહોચાડાશે…બાવળીયા
Spread the love

હળવદ વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય હતી ત્યારે સમગ્ર તાલુકાના છેવાડાના ગામડાઓમાં પિવાનુ પાણી ચોખ્ખું મળે તે માટે આજે રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રીએ શહેરના સંપ અને બ્રાહ્મણી ડેમ 2 ખાતે બની રહેલા સંપની મુલાકાત લીધી હતી અને ડિસેમ્બર સુધી છેવાડાના ગામોમાં પાણી પહોંચી જાય તેવી આશા રાખી હતી આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હાજર રહ્યા હતાં.

હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમ 2 ખાતે નવનિર્મિત થઈ રહેલા પાણીના સંપની રાજ્ય મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી અને ડિસેમ્બર સુધી સંપ દ્વારા છેવાડાના ગામોમાં ફિલ્ટર પાણી પહોંચી જશે તેવી શક્યતાઓ દર્શાવી હતી તો સાથે હળવદ શહેરમાં ટીકર રોડપર આવેલા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લઈ અને પાણીની સમસ્યા વિશે રજુઆતો સાંભળી હતી તો આ તકે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા,મામલતદાર વીકે સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલા તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Screenshot_2020-07-09-17-14-11-32.png

Right Click Disabled!