હળવદમા પાકવિમાના ડોક્યુમેન્ટ બિનવારસી મળી આવતા ખેડૂતો મુંજાયા

હળવદમા પાકવિમાના ડોક્યુમેન્ટ બિનવારસી મળી આવતા ખેડૂતો મુંજાયા
Spread the love

હળવદ તાલુકામાં ખેડૂતોને ગયા વર્ષે અતિવૃષ્ટિમાં મોટાપાયે નુક્સાન થયું હતું  ‌જેમાં પાકવીમા માટેનું વળતર માટે ખાનગી કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હળવદના ખેડૂતો નુકસાનીનું સર્વે કરેલા વળતર ફોર્મ ખેડૂતોનો 7,12-8અ સહિતના ડોક્યુમેન્ટ રસ્તે રઝળતા મળી આવતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠયો હતો. હળવદના વેગડવાવ રોડપર પાકવીમાના અરજી ફોર્મ બિનવારસી હાલતમાં મળી આવતાં પાકવિમો ચાંઉ કરી જાવાનો કારસો હોવાનું લોકોમાં ચર્ચાઓ જાગી છે તો ખેડૂતોઓ પાક વિમા માટે વળતર માટેના ફોમૅ મળ્યાં હતાં.

જેમાં  ટીકર, બુટવડા, માલણીયાદ, હળવદ સહિતના ખેડૂતોઓના ફોર્મ ખાનગી વિમા કંપનીના કમૅચારીઓએ રસ્તા પર કાગળ ફેકી પાક વિમાથી વંચિત કરી રહ્યાં હોવાનો કારસો જણાય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.2019માં અતિવૃષ્ટિ ના કારણે મોટાભાગના પાકો નિષ્ફળ ગયા હતા અને ખેડુતોએ પાકવિમા માટે અનેક રજૂઆત અને આંદોલન પણ કર્યા હતા પરંતુ પાકવિમો ખરેખર ખેડૂતોને મળશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.જોકે અધિકારી અને પાકવિમા કંપની વચ્ચે ખેડૂત વર્ષોથી પિડાઈ રહ્યો છે અને ખેડૂતોની પરસેવાની કમાણી કંપનીઓ ચાંઉ કરી જતી હોય છે ત્યારે હળવદના વેગડવાવ રોડપર પાકવિમાના ડોક્યુમેન્ટ મળતા ખેડુતો મુંજવણમા મુકાયા છે.

IMG-20200802-WA0055.jpg

Right Click Disabled!