હળવદમા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં

હળવદમા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં
Spread the love

દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને સતત કેસમાં પણ વધારો થતો જઈ રહ્યો છે તો અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં ૧૪ કેસ નોંધાઈ ચુક્યા છે તો એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે.તો હળવદ તાલુકાના ચરાડવા ગામે કોરોનાનો વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો છે ત્યારે હળવદમા કુલ ૪ કેસ નોંધાયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ૫૪ વર્ષના વૃધ્ધનું ગઈકાલે રાજકોટ સીવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.મોરબી આરોગ્ય વિભાગની ટીમ ચરાડવા ગામે દોડી જઈને કામગીરી હાથ ધરી છે.હાલમાં પોઝીટીવ દર્દીને રાજકોટ હોસ્પિટલ ખાતે જ સારવારમાં રાખવામાં આવ્યા છે તેમજ તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે પરંતુ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી પણ આરોગ્ય વિભાગે આપી હતી.

રિપોર્ટ : જગદીશ પરમાર (હળવદ)

Screenshot_2020-06-25-09-57-16-84.png

Right Click Disabled!