હળવદ રણકાંઠાના જોગડમાં તીડ દેખાયા

હળવદ રણકાંઠાના જોગડમાં તીડ દેખાયા
Spread the love

હળવદમાં હજુ થોડા દિવસ પહેલાં જ રણતીડ ધનાળા મયુર નગર જેવા વિસ્તારોમાં આક્રમણ જોવા મળ્યું હતું ત્યાર બાદ આજે ફરી એક વખત હળવદ તાલુકાના જોગડ ગામમાં તીડનું આક્રમણ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને ખેડૂતો મોટા અવાજ કરી તીડ ભગાડવાની કામગીરી હાથ ધરી અને સ્થાનિક તંત્રને જાણકારી આપી હતી. હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં થોડા સમય પહેલાં જ રણતીડ આક્રમણ થયું હતું જેમાં માલણીયાદ,ઈશનપુર, ઘણાંદ સહિતના વિસ્તારોમાં દેખાયાં બાદ મયુરનગર અને ધનાળામા પણ રણતીડ જોવા મળ્યાં હતાં.

ત્યારે આજે સવારે ફરી રણતીડ હળવદ તાલુકાના જોગડ ગામની આસપાસના વિસ્તારમાં જોવા મળ્યા હતા તીડના ઝુંડ જોવા મળ્યા હતા જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું હાલમાં ખેડૂતો દ્વારા મગફળી,કપાસ, અડદ,ગુવાર, મગ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય ત્યારે આ રણ તીડનું આક્રમણ ખેડૂતો માટે આફત સમાન કહી શકાય પરંતુ ખેડુતોની જાગૃતિ ના પગલે મોટા અવાજો કરી રણતીડ કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક તંત્રને રણતીડ વિશે માહિતી આપી હતી જેના પગલે ગ્રામ સેવક તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

IMG-20200716-WA0018.jpg

Right Click Disabled!