હળવદ : PGVCLના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટર અચોક્કસ મુદ્તથી હડતાળ પર

હળવદ : PGVCLના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટર અચોક્કસ મુદ્તથી હડતાળ પર
Spread the love

હળવદ PGVCLના  કોન્ટેક્ટરો વિવિધ પ્રશ્નો મામલે હળવદ સરા સબ ડિવિઝન,ચરાડવા સબ ડિવિઝનના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટર જુના વિવિધ પડતર પ્રશ્નોના તેમજ વાહન ભાડાના પૈસા સમયસર નહી‌ મળતા હોવાથી અચોક્કસ મુદ્તથી હલતાળ ઉપર ઉતરી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. PGVCL ના કોન્ટ્રાક્ટરો થોડા સમય પહેલાં પણ આ અચોક્કસ મુદ્તથી હડતાલ ઉપર ઉતર્યા હતાં ત્યારે તંત્ર દ્વારા પ્રશ્નનો નિરાકરણ આવી જશે તેવા આશ્વાસન બાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી.

પરંતુ PGVCL દ્વારા કોન્ટ્રાક્ટરોને સમયસર બિલો ચુકવણી નહીં મળતા હળવદ ટાઉન અને રૂરલ,સરા, ચરાડવા સહિતના ૩૨જેટલા વીજ કંપનીના કોન્ટાટરોઓ  ટેન્ડર બીલની રકમ તેમજ લાઇન કામના પૈસા અને વાહન ભાડાની રકમ નહીં  મળતા હડતાળ પર ઉતરી જતા વિજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરોઓ હડતાલ પર ઉતરી જતા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિજ જોડાણ અને વિજ ફોલ્ટ માટે મુશ્કેલીઓ વેઠવી પડશે.

Screenshot_2020-09-08-20-27-52-85.jpg

Right Click Disabled!