હવે કોરોના મૃત્યુદર ઘટી રહ્યો છે : મુખ્ય પ્રધાન રૂપાણી

હવે કોરોના મૃત્યુદર ઘટી રહ્યો છે : મુખ્ય પ્રધાન રૂપાણી
Spread the love

ગાંધીનગર: ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઊંચો ૭૩.૦૯ ટકા છે. તેમજ મૃત્યુદર હવે ઘટીને ૩.૯૭ ટકા થઇ ગયો છે એવો દાવો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે.રાજ્યમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસ વચ્ચે રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને આરોગ્ય પરીક્ષણ-ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢી તેમની સમયસર ભાળ મેળવી સારવાર માટે કરેલી તાકીદને પગલે રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યા ઉત્તરોતર વધતી જાય છે. ૩૧ જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૭,૬૪,૭૭૭ ટેસ્ટ કોરોના અંગેના કરવામાં આવ્યા છે.

માત્ર જુલાઇ મહિનામાં જ ૩,૯૧,૧૧૪ ટેસ્ટ આરોગ્ય વિભાગે કર્યા છે.રાજ્યમાં પાછલા પખવાડિયામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમિતોને શોધી કાઢવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ૬૪,૦૦૭ ટેસ્ટ થયા હતા તે મે મહિનામાં વધી ને ૧,૪૭,૯૨૩ અને જૂનમાં ૧,૬૧,૭૩૩ કોરોના ટેસ્ટ થયા છે. ૩૧ જુલાઇના રોજ ગુજરાતમાં દર ૧૦ લાખે રોજના ટેસ્ટિંગની સંખ્યા ૪૧૦.૮૩ની રહેવા પામી છે.

જે આઇસીએમઆરની પર ડે પર મિલિયન ૧૪૦ ની ગાઇડ લાઇનના લગભણ ત્રણ ગણી થવા જાય છે એવું તેમણે ઉમેર્યું હતુ. ડબલ્યુ.એચ.ઓ ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં આ બધી જ સારવાર સુશ્રુષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન નિહાળીને અમદાવાદ કોવિડ મેનેજમેન્ટની સમગ્રતયા સરાહના કરી હતી.

orig_rupani_1594324089.jpg

Right Click Disabled!