હવે તમને દુકાનદાર છૂટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપે તો કરો અહીં ફરિયાદ

તમે કોઈ પણ જગ્યા પર વસ્તુની ખરીદવા જાવ અને તમારી પાસે છુટા પૈસા ન હોય અથવા તો સામેના દુકાનદાર પાસે છુટ્ટા પૈસા ન હોય અને દુકાનદાર દ્વારા ચોકલેટ કે પછી અન્ય કોઈ પણ વસ્તુઓ આપી દેવાના કિસ્સાઓ બન્યા હશે અને રાજ્યમાં ઘણા લોકોએ પણ આવા અનુભવો કર્યા હશે. પરંતુ મોટાભાગે હવે ઓનલાઈન ટ્રાન્ઝેકશન થવાના કારણે આવા અનુભવ લોકોને ખુબ જ ઓછા થતા હશે. પરંતુ જો હવે કોઈ દુકાનદાર કે, અન્ય કોઈ વ્યક્તિ પૈસા આપવાના બદલે ચોકલેટ કે, પછી અન્ય કોઈ વસ્તુઓ પકડાવી દે તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છો અને આ બાબતે ટોલ ફ્રી નંબર પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા ST બસોમાં મુસાફરોને છૂટ્ટા પૈસાની જગ્યા પર ચોકલેટ પકડાવી દેવા આવતા હોવાના અનેક કિસ્સાઓએ સામે આવ્યા હતા. આ બાબતે હરિયાણા રોડવેજની બસોમાં આવી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી હતી. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બસ સંચાલકોને મુસાફરને આ રીતે ચોકલેટ ન પકડવા માટેની ચેતવણી પણ આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે RBI અને રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર જો કોઈ પણ દુકાનદાર કોઈ પણ વ્યક્તિને પૈસાની જગ્યા પર ચોકલેટ પકડાવી દે તો તમે તેની સામે કાયદેસરની ફરિયાદ કરી શકો છો.
દેશમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો 2019 લાગુ થયા બાદ પૈસાની જગ્યા પર ચોકલેટ કે, અન્ય વસ્તુ આપતા શાકભાજી, કરિયાણા કે, અન્ય કોઈ દુકાનદાર સામે કાયદેસરની ફરિયાદ ગ્રાહક કરી શકે છે. ગ્રાહકને આ બાબતે જો કોઈ પણ દુકાનદાર સામે ફરિયાદ કરવી હોય તો ગ્રાહક ભારત સરકારની https://jagograhakjago.gov.in/ વેબસાઇટ પર જઇને આ બાબતે ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800 11 4000 અથવા 14404 અને મોબાઈલ નંબર 8130009809 પર ફોન કરીને ફરિયાદ કરી શકશે.કોઈ પણ કિસ્સામાં દુકાનદાર ગ્રાહક છૂટ્ટાના બહાને ચોકલેટ કે, અન્ય કોઈ વસ્તુ આપવાનો પ્રયાસ કરે તો ગ્રાહક ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અંતર્ગત દુકાનદાર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી શકે છે અને તંત્ર દ્વારા આ બાબતે દુકાનદારની સામે પગલા પણ લેવામાં આવશે.
