હાથીવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

હાથીવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Spread the love
  • કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે તેવા સમયે ૫૩ જેટલા રકતદાતાઓએ રકતદાન કરી ઉમદા કાર્ય કર્યું
  • કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં ૫૩ યુનિટ બ્લડ કલેક્શન થયું

લુણાવાડા,
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે હાથીવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. બી. શાહની રાહબરીમાં હાથીવન પી. એચ. સીનાં મેડીકલ ઓફીસરશ્રી ડૉ. જીગ્નેશ ભગોરા, આયુસ મેડીકલ ઓફીસર શ્રી ડૉ. મોશીકા શાહ અને રેડ ક્રોસ સોસાયટીનાં શ્રી ડૉ. ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં ૫૩ જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં કોરોનાવાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર શ્રી બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનો સુચારુ આયોજન કર્યું હતું.  આ રક્તદાન કેમ્પમાં ૫૩ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું રક્તદાનએ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલ રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારી ના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહેશે.

Right Click Disabled!