હાપા યાર્ડના વેપારીઓ માતાનું કાર અકસ્માતમાં મોત

હાપા યાર્ડના વેપારીઓ માતાનું કાર અકસ્માતમાં મોત
Spread the love
  • વનાણા ગામથી જામનગર પરત આવતા ખટિયા પાસે કાર પુલ પરથી નીચે ઉતરી ગઇ, ૨ને ઇજા

લાલપુર તાલુકાના ખટીયા નજીક પુલ પરથી કોઈ કારણોસર કાર નીચે ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં અંદર બેઠેલા જામનગર વૃદ્ધાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયુ હતુ. જ્યારે તેના કાર ચાલક વેપારી પુત્ર અને અન્ય એક મહિલાઓને પણ ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વનાણાથી જામનગર પરત આવતા માર્ગમાં અકસ્માત નડયો હોવાનું સામે આવ્યુ છે. શહેરના પ્રગતિપાર્ક વિસ્તારમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ ઘેલાભાઇ હિરપરા નામના વેપારી યુવાન ગત તા.૨૯ના રોજ બપોરે જામજોધપુર તાલુકાના વનાણા ગામેથી કાર મારફતે પરત જામનગર તરફ આવી રહ્યા હતા.

લાલપુર નજીક ખટીયા ગામના પુલ પરથી પસાર થતી કાર કોઈ કારણોસર નીચે પડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારની અંદર બેઠેલા રૂક્ષમણીબેન હિરપરા નામના વૃધ્ધાને માથા અને હાથ તથા પગના ભાગે ગંભીર ઇજા ઉપરાંત કાર ચાલક રમેશભાઈ અને કારમાં બેઠેલા અન્ય મહિલા વનિતાબેનને પણ નાની મોટી ઇજા થતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રૂક્ષ્મણીબેન નામની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. કાર ચાલક વેપારી તેના માતા અને અન્યને કારમાં બેસાડી વનાણા ગામથી જામનગર તરફ પરત આવી રહ્યો હતો ત્યારે માર્ગમાં અકસ્માત નડયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ. એન.પી.વશરાએ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images.jpeg

Right Click Disabled!