હાલારમાં કોરોનાનો કાળો કહેર, વધુ 6 દર્દીના મોત થયા

હાલારમાં કોરોનાનો કાળો કહેર, વધુ 6 દર્દીના મોત થયા
Spread the love
  • જામનગર જિલ્લામાં મૃત્યુ આંક ૪૯ થયો

હાલારમાં કોરોનાનો કાળો કેર યથાવત રહેતા બે દિવસમાં વધુ ૬ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જેમાં જામનગર શહેરના ૫ અને ગ્રામ્યના ૧ દર્દીઓનો સમાવેશ થાય છે. જામનગર શહેર-જિલ્લામાં મૃત્યુઆંક ૪૯ પર પહોંચ્યો છે. બીજી બાજુ મહામારીની રફ્તાર યથાવત રહેતા જામનગર શહેરમાં ૧૧ , ગ્રામ્યમાં ૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૪ વ્યકિત સંક્રમિત થયા છે. જામનગરમાં ૧૧, ગ્રામ્યમાં ૭ અને દ્વારકા જિલ્લામાં વધુ ૪ વ્યકિત સંક્રમિત થયા છે. હાલારમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આ સ્થિતિમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૬ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજ્યા છે. જેમાં જામનગર શહેરના ૬ અને ગ્રામ્યના ૧ દર્દીનો સમાવેશ થાય છે. બીજીબાજુ સવારે બંને જિલ્લામાં મળી વધુ ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં જામનગરમાં પ્રજ્ઞાબેન વાઘેલા, બેડી ગેટ, દિનેશ ચૌહાણ, કૃષ્ણનગર, દી.પ્લોટ, ચંદન કુમાર, ગ્રીન રેસિડન્સી, ખોડીયાર કોલોની, સચીન ગોકાણી, પટેલ કોલોની, બકુલભાઇ સોલાણી, સાધના કોલોની, કૈલાસ ચોપડા, પીજી હોસ્ટેલ, જી.જી.હોસ્પિટલ, કિશોર લખીયર, વસંત વાટિકા, મેહુલ લખીયર, વસંત વાટિકા, નીતા ડી.વારિયા, રાજગોર ફળી, નવીનચંદ્ર બી.ત્રિવેદી, બારીયા ફળી, ઇકબાલ અધામ, ખોડીયાર કોલોનીનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લામાં કિશોર આનંદભાઇ, મેઘપર પડાણા વાડી વિસ્તાર, અસલમ હુસેન કાગડા, હુશેની ચોક, લાલપુર, વીરજીભાઇ બી.રાખડીયા, લલોઇ, મમતાબેન એમ.કીકાણી, જુની પોલીસ ચોકી પાસે, કાલાવડ, ઉકાભાઇ તાળા, વડોદરા, જામજોઘપુર, પથુભા ચુડાસમા, મોટીખાવડી, દયાગૌરી નાથાલાલ ઉનાગર, એસબીઆઇ પાછળ, કાલાવડ સંક્રમિત થાય છે. દ્વારકા જિલ્લામાં પ્રદીપ પાડલીયા, ગુંદા, ભાણવડ, દર્શન જેન્તીભાઇ નકુમ, શારદા સ્કૂલ નજીક, ખંભાળિયા, ધારાબેન લાડવા, રેટા કાલાવડ, ભાણવડ, વૈભવ નવીનભાઈ દવે, બંગલાવાડી, ખંભાળિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-5.jpg

Right Click Disabled!