હિંમતનગરથી અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી

હિંમતનગરથી અમદાવાદ હાઇવે પર કાર પલ્ટી
Spread the love

પ્રાંતિજ હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલા કારના ચાલકે પ્રાંતિજના કમાલપુર ગામની સીમમાં કાર પરનો કાબૂ ગુમાવતાં પલ્ટી મારી સામેના રોડ પર ફંગોળાઈ હતી. કારમાં સવાર પાંચ લોકોને શરીરે ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સીએચસી કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિમતનગર લઈ જવાયા હતા. હિમતનગર તરફથી વહેલી સવારે અમદાવાદ જવા નિકળેલી કારના ચાલકે વહેલી સવારે પ્રાંતિજના કમાલપુર ગામની સીમ પાસેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પાસે સ્ટટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બે ત્રણ પલ્ટી મારી રોંગ સાઈડમાં જઈ પડી હતી.

કાર પલ્ટી માર્યાની વાતની જાણ થતાં કમાલપુર ગામના કેટલાક યુવકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં સવાર પાંચ વ્યકિતઓને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર માટે પ્રાંતિજના સીએચસી કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા પ્રથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં લઈ જવાય હતા પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.પ્રાંતિજ પોલીસે આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

photo_1599836779706.jpg

Right Click Disabled!