હિંમતનગર સાબરકાંઠા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા

હિંમતનગર સાબરકાંઠા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા
Spread the love
  • સિવિલ અને મેડિકલ કોલેઝનો કરોડોના ટેક્ષ હડિયોલ પંચાયતમાં ભરાયેલા નહિ હોવાથી જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદકુમાર પટેલ લાલઘૂમ…

સાબરકાંઠા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા તા.9=7=2020ને ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત ના સભા ખંડમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત ના સભા ખંડમાં મળી હતી.આ સામાન્ય સભા માં જિલ્લાના ગામડાઓમાં વિવિધ સર્વાંગી વિકાસ ની સુવિધાઓ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા અને લોકહિતના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા તો પ્રમુખ સ્થાનેથી પ્રાથમિક શિક્ષકો ને રૂ 4200નો ગ્રેડ પે મળતો હતો તેને 2800 પે ગ્રેડ કરવામાં આવતા શિક્ષકો ને અગાઉ 4800 નો પે ગ્રેડ મળતો તેનો લાભ આપવા પણ ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ સભામાં પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હડીયોલ બેઠકના જિલ્લા સદસ્ય હર્ષદકમાર પટેલ આકરા તેવરો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નો પૈકી ખાસ કરીને ગઢોડા થી આકોદરા નો રોડ પાકો બનાવવા સંદર્ભે જણાવતા આ રોડ રૂપિયા 150ના ખર્ચે તૈયાર થનાર હોવાનું જણાવ્યું હતું તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેઝ ના પંચાયત ના સ્થાનિક ટેક્ષ વેરા સંદર્ભે જણાવતા કેટલાક વર્ષોથી કરોડોનો વેરો બાકી છે તે સંદર્ભે કાર્યવાહી કરવા અને જિલ્લાના ગામડાઓમાં કોરોના મહામારી ના કેટલા કેશો આવ્યા અને જનતા ને કોરોના થી બચાવવા શું કાર્યવાહી કરવામાં આવી અને હાલની શું પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવવા સદસ્ય હર્ષદકુમાર પટેલ દ્વારા રજુઆતો કરતા તેના યોગ્ય જવાબો અને જાણકારી જિલ્લાના સત્તાવારાઓ દ્વારા આપવામાં આવી હતી.

Right Click Disabled!