હિંમતનગર B ડીવીઝન પોલીસે એક ને ઝડપી પાડી ત્રણ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો

હિંમતનગર B ડીવીઝન પોલીસે એક ને ઝડપી પાડી ત્રણ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો
Spread the love
  • હિમતનગર તથા ઇડર તથા મોડાસા મુકામેથી ચોરાયેલ મોટર સાયક્લ એક્ટીવા મળી ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક ની સુચનાથી જીલ્લામાં વાહન ચોરીની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ શ્રી એમ.ડી.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એ.એન.ગઢવી તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ. તા.૦૭/૦૭/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ. એ.એન.ગઢવી તથા ડી સ્ટાફના માણસો ગીરધરનગર રેલ્વે ઓવરબ્રીજ નીચે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ તથા અ.પો.કો. મિતરાજસિંહ રણજીતસિંહ ને સંયુક્ત બાતમી મળેલ.

હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ-૧૧૨૦૯૦૫૬૨૦૦૦૬૬ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમા ગયેલ કાળા કલરનુ સ્પેન્ડર પ્લસ નંબર-G.J.09.AJ.5227નુ લઇને એક ઇસમ આવનાર છે.જે બાતમી આધારે આરોપી-સુરેશસિંહ ચેહરસિંહ રાઠોડ ઉ.વ-૨૫ રહે.શાંતીપુરા તા.પ્રાંતિજનાઓ આવતા તે આરોપીને પકડી પુછપરછ કરતા પોતે તે ગુન્હામા ચોરી થયેલ મો.સા હોપ હોસ્પિટલ બસ સ્ટેન્ડ સામેથી ચોરેલાની કબુલાત કરેલ જે ઇસમને કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવી તેનો ટેસ્ટ નેગેટીવ આવતાં તેને અટક કરવામાં આવેલ અને પૂછપરછ દરમ્યાન નીચે મુજબના ગુન્હાની કબુલાત કરી હતી.

  1. ઇડર પોલીસ સ્ટેશન જી.સાબરકાંઠા પાર્ટ ફસ્ટ ગુન્હા રજી.નં.૦૦૮૫/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૭૯ ગુન્હાના કામે હોન્ડા સાઇન નંબર- GJ.09.DB.1385 ની ચોરેલાની કબુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવ્યું
  2. મોડાસા ટાઉન પોસ્ટે. જી.અરવલ્લી એ પાર્ટ- ૧૧૧૮૮૦૦૯૨૦૦૭૯૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે એકટીવા નંબર-GJ.31.B.8859 ની ચોરેલાની કબુલાત કરેલ છે.જે રીકવર કરવામાં આવેલ છે.

જેથી ઉપરોકત પકડેલ આરોપીએ કુલ-૦૩ વાહનોની ચોરી કરેલ હોય અને તપાસ દરમ્યાન તેની પાસેથી કિંમત રૂ.૬૨,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં હિંમતનગર.બી.ડીવીઝન પોલીસને સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

FB_IMG_1577447286519-1.jpg IMG-20200708-WA0127-0.jpg

Right Click Disabled!