હિંમતનગર B ડીવીઝન પોલીસે રોમીયોગીરી કરતાં ઇસમને પકડી પાડ્યો

Spread the love

સાબરકાંઠા પોલીસ અધીક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ એ સાબરકાંઠા જીલ્લામાં કાર્યરત શક્તિવીંગને મહીલાઓ તથા સીનીયર સીટીઝનો માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ તથા હિંમતનગર વિભાગના ઇન્ચાર્જ સી.પી.આઇ બી.જે.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. એ.એન.ગઢવી ની સુચના આધારે શક્તિવીંગના પોલીસ કર્મચારીઓ આ દિશામાં ટાઉન વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન શક્તિવિંગના કર્મચારીઓને એક મહીલા મારફતે રજુઆત મળેલ કે એક ઇસમ રોજ સવારે હિંમત હાઇસ્કુલ આગળ રોડ ઉપર ઉભો રહી મને આવતાં જતા જોઇ રહે છે તથા ચેનચાળા કરે છે જે આધારે શક્તિવીંગના પોલીસ કર્મચારીઓ વુમન લોકરક્ષક શ્રધ્ધાબેન ગોવિંદભાઇ બ.નં.૦૮ તથા આ.પો.કો. પુષ્પેન્દ્રસિંહ કરણસિંહ બ.નં.૬૨ તથા અ.હેડ.કોન્સ. કૃષ્ણસિંહ કાળુસિંહ બ.નં.૯૮૯ ને મોકલી આપતાં આમીન શરીફભાઇ મન્સુરી ઉ.વ.૨૧ રહે.વક્તાપુર તા.હિંમતનગર નામનો ઇસમ તે મહીલાને જોઇ ચેનચાળા કરતો હોય જેને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશને પકડી લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Right Click Disabled!