હું વૉર્ડની સફાઈ, અહીંની ખાન-પાનની ઉત્તમ વ્યવસ્થાથી પ્રભાવિત થઇ

Spread the love
  • સિવિલ હોસ્પિટલ સત્તાવાળાએ મારા દીકરીની રહેવાની વ્યવસ્થા પણ કરી આપી એટલે મને ક્યારેય એવું ન લાગ્યું કે હું ઘરથી દૂર છે

ગાંધીનગર,
87 વર્ષની ઉંમરના બૈતૂલબેન મકસરવાળા અમદાવાદના કંટેનમેન્ટ ઝોનમાં આવતા કાલપુર વિસ્તારમાં રહે છે. હાયપરટેંશન અને સાંધાના દુખાવાથી પીડાય છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી સર્વેક્ષણની કામગીરી વખતે તેઓ કોરોના પોઝિટિવ માલુમ પડ્યા અને તેમને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
17 એપ્રિલના દિવસે બૈતૂલ બેનને હોસ્પિટલમાં દાખલ કરાયા.

હા, બૈતૂલબેનને કેટલીક શારીરિક તકલીફો જરૂર હતી, પરંતુ તેઓ સાવ નબળા નહોતા આ તેમનું જમાપાસું હતું.
તેમને જયારે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પુત્રને પણ તેમની સાથે રહેવા દેવા માટે હોસ્પિટલ સત્તાવાળાઓને પૂરતી અને સારી વ્યવસ્થા કરી આપી જેથી તેમને પુત્રનો સાથ મળી રહે.

બૈતૂલબેન કહે છે કે, ‘લગભગ 8 દિવસની સઘન સારવાર દરમિયાન મને ક્યારેય એવું ન લાગ્યું કે, હું ઘરથી અને જિંદગીની રોજિંદી ઘટમાળથી દૂર છે ! હું વૉર્ડની સફાઈ, અહીંની ખાન-પાનની ઉત્તમ વ્યવસ્થાથી પ્રભાવિત થઇ. અહીં મને હંમેશા સરસ નાસ્તો અને નિયમિત આરોગ્યપ્રદ જમવાનું મળી રહેતું’

Right Click Disabled!