હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણની શાખા સાબરકાંઠાના વડાલી ખાતે શરૂ થશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણની શાખા સાબરકાંઠાના વડાલી ખાતે શરૂ થશે
Spread the love

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માન્ય બધી કોલેજો સરકાર દ્વારા માન્યતા આપી શરૂ કરવામાં આવી છે અને જેના કારણે હજારો વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં જ પોતાના વતનમાં જ કોલેજનું શિક્ષણ મેળવવાના ઉમદા ચાન્સ મળ્યા છે. અને શિક્ષણ નું પ્રમાણ પણ વધ્યું છે.પરંતુ યુનિવર્સિટીના કામકાજો માટે અને કોલેજના કામકાજ માટે વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તેમજ કોલેજના કર્મચારીઓને છેક પાટણ જવું પડતું હતું ક્યારેક પાટણમાં જ રાત્રિ રોકાણ કરવું પડતું હતું,જે ઘણું જ ખર્ચાળ અને સમયના વ્યયવારૂ કામ હતું.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારો પછાત અને ગરીબ છે, જેના કારણે આ ખર્ચ અને સમયથી બચવા કોલેજના વિધાર્થીઓ અને વિધાર્થનીઓએ અને કોલેજોમાં કર્મચારીઓ અને સંચાલકો દ્વારા સંસંદસભ્ય દિપસિંહ રાઠોડને રજુઆત કરતા શ્રીદિપસિંહ રાઠોડે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત-મૌખિક રજૂઆતો કરતાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ રજુઆતને ધ્યાને લઇને સાબરકાંઠાના વડાલી ખાતેની કોલેજમાં યુનિવર્સિટીની એક શાખાની મંજુરી આપી છે અને તા.૨૯મી જુનના રોજથી આ યુનિવર્સિટીની શાખાનું ઉદ્ઘાટન થનાર છે.

યુનિવર્સિટીની આ શાખાની મંજૂરીથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને અને કોલેજોના કર્મચારીઓ અને સંચાલકોને સમયનો અને ખર્ચનો બચાવ થશે અનેક ગરીબ-મધ્યમ છતાં હોંશિયાર વિદ્યાર્થી- વિધાર્થિનીઓને સમય તથા ખર્ચનો બચાવ થશે તથા કામગીરી ફટાફટ પુરી થશે,સંસદસભ્ય શ્રી દિપસિંહ રાઠોડના આ વિધાર્થીઓ અને કોલેજોના હિતમાં કરેલ કામગીરીની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે.

મનુભાઈ નાયી (પ્રાંતિજ)

IMG-20200626-WA0000-0.jpg images-1.jpg

Right Click Disabled!