૧૫ વર્ષથી ઉચાપતના ગુનામાં નાસતો આરોપી ઝડપાયો

૧૫ વર્ષથી ઉચાપતના ગુનામાં નાસતો આરોપી ઝડપાયો
Spread the love

અમદાવાદ,
અમદાવાદમાં એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા રૂપિયા ૭૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી છેલ્લા ૧૫ વર્ષથી લીમડી પોલીસ સ્ટેશનના ઉચાપતના ગુનામાં નાસતો ફરતો હતો. લીમડીમાં નોંધાયેલા ગુનાના આધારે આરોપીએ ખરીદ વેચાણ સંઘના એકાઉન્ટન્ટ તરીકે ફરજ દરમિયાન ૭૪ લાખની ઉચાપત કરી હોવાની હકીકત ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદ નોંધાયા બાદ આરોપી અમિતકુમાર રાવલ પોલીસની નજરથી નાસતો ફરતો હતો. વર્ષ ૨૦૦૫માં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયા પછી વારંવાર પોતાનું રહેઠાણ બદલી પોલીસને ચકમો આપતો ફરતો હતો. પરંતુ પોલીસે બાતમી આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

Right Click Disabled!