૨૦૧૯માં અમદાવાદમાં દરરોજ મેલેરિયાના ૧૪, ટાઇફોઇડના ૧૩,ડેન્ગ્યુના ૯ કેસ નોંધાયા

Spread the love

અમદાવાદ,
મેલેરિયાને નાબૂદ કરવા માટે ભલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહ¥વાકાંક્ષી પ્લાન તૈયાર કર્યો હોય પરંતુ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા કંઈક અલગ જ કહાણી કહે છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં અમદાવાદમાં રોજ મેલેરિયાના ૧૪, ટાઈફાઈડના ૧૩, કમળાના ૯ અને ડેન્ગ્યુના સરેરાશ ૮ કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં ડેન્ગ્યુના લીધે ૧૫નાં મોત (૨૦૧૯માં ૧૧ અને ૨૦૧૮માં ૪) થયા. જ્યારે ઝેરી મેલેરિયાના લીધે ૩ ( ૧ ૨૦૧૯માં અને બે ૨૦૧૮માં) મોત થયા છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, ૨૦૧૯માં ટાઈફાઈડના કેસમાં ૨૯.૩૪ ટકાનો અને ડેન્ગ્યુના કેસમાં ૧૭.૯૪%નો વધારો નોંધાયો છે. ૨૦૧૮ની સરખામણીમાં ૨૦૧૯માં ડેન્ગ્યુના કેસમાં ૧૭૫%નો વધારો જાવા મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, છસ્ઝ્ર અને વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડામાં વિષમતા છે. ૨૦૧૯માં અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ૪૫ ટકા વધારો થયો હતો. ૨૦૧૯માં ડેન્ગ્યુના ૪,૫૩૭ કેસ નોંધાયા જ્યારે ૨૦૧૮માં ૩,૧૩૫ કેસ હતા.

Right Click Disabled!