૪૨ હજાર મણ ઘઉંના દાન બાદ હવે આજીવન અન્નદાન

૪૨ હજાર મણ ઘઉંના દાન બાદ હવે આજીવન અન્નદાન
Spread the love
  • એક નાનકડું વિચારબીજ હવે વટવૃક્ષ બન્યું

લોકડાઉનમાં ૪૨ હજાર મણ ઘઉંનું જરૂરિયાત મંદોને વિનામૂલ્યે દાન કરનારા વસ્તાભાઈ કેશવાલાએ હવે આજીવન અન્નદાનનો સંકલ્પ કર્યો છે. અનાજ વિતરણ દરમિયાન ભૂખ શું છે એ જાણ્યા બાદ અન્નદાનનું નાનકડું વિચાર બીજ હવે વટવૃક્ષ બનીને અનેક જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ છાયડો આપશે.

કોરોના લોકડાઉન લોકોના જીવનમાં અનેક જાતના અમૂલ્ય પરિવર્તન લાગ્યા છે ત્યારે લોકડાઉનના ચાર માસમાં અન્ન વિતરણ કરનાર જાણીતા દાનવીર અને સમર્પણ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાનું હૃદય પીગળાવી દીધી ‘ભૂખ શું છે તે તેમને જાણવા મળ્યું, જેના પગલે તેમના મગજમાં વિચાર બીજ રોપાયું અને વર્ષોથી ગાય માતા, આરોગ્ય, વસ્ત્રદાન વગેરેની સેવા કરતા સેવાભાવી વસ્તાભાઈ હવે આજીવન અન્ન દાનનો સંકલ્પ કરી લીધો છે, જેમાં કોઈપણ જાતનું દાન લીધા વિના જ તે વ્યક્તિગત રીતે ગુરૂદેવ અને માતા-પિતાની સ્મૃતિમાં અન્નદાન ચાલુ રાખશે.

– રોહિત મેરાણી (જામનગર)

crp_1590739307.jpg

Right Click Disabled!