૫૫ વર્ષથી ચુંદડીવાળા માતાજી ભાદરવી પૂનમના રોજ રાત્રે ચાલતા પગપાળા ગબ્બર જઇ માં અંબાની આરતી કરે છે

૫૫ વર્ષથી ચુંદડીવાળા માતાજી ભાદરવી પૂનમના રોજ રાત્રે ચાલતા પગપાળા ગબ્બર જઇ માં અંબાની આરતી કરે છે
Spread the love

અમિત પટેલ, અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન નું લોકપ્રિય શક્તિપીઠ અરાવલી ના પહાડો પર વસેલું છે આ ધામ માં ૮ થી ૧૪ ભાદરવી મહા કુંભ પૂર્ણ થયા બાદ આખું અંબાજી ભક્તિ મય બન્યું હતું અને સાત દિવસ ચાલનારા આ મહા મેળા મા આખા ગુજરાત માથી ૨૦ લાખ જેટલા ભકતો અંબાજી માતાજી ના દર્શન કરવા આવ્યા હતા.

    બીજી તરફ ભાદરવી મહા મેળા દરમિયાન અંબાજી પાસે આવેલા ગબ્બર પર્વત ની વચ્ચે વસતા ચુંદડી વાળા માતાજી નો ભવ્ય આશ્રમ આવેલો છે આ માતાજી ના આશીર્વાદ લેવા ભક્તો દૂર દૂર થી આવે છે અંબાજી મંદિરમાં માતાજી ના દર્શન કર્યા બાદ ભક્તો ચુંદડી વાળા માતાજી ના દર્શન કરવા આવે છે ત્યારે દર વર્ષ ની જેમ ભાદરવી પૂનમના રોજ રાત્રે ચુંદડી વાળા માતાજી પોતાના આશ્રમ થી ચાલતા પગપાળા આવી ગબ્બર ચાલતા જવાના રસ્તા થી પોતાના સેવકો સાથે બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે ગબ્બર પર્વત ની પરિક્રમા કરી ઉપર ગબ્બર પર્વત ની ટોચ ઉપર આવેલા મંદિર ઉપર આવી ચુંદડી વાળા માતાજી માં અંબા ની આરતી કરી પરત પોતાના આશ્રમ પર જાય છે માતાજી ૧૦૦૦ પગથિયાં માત્ર ૧૫ મિનિટ મા પુરા કરે છે અને તેમને થાક પણ લાગતો નથી માતાજી છેલ્લા કેટલાય વર્ષોથી સવારે વહેલા ઊઠી યોગ કરે છે ચુંદડી વાળા માતાજી વર્ષ મા માત્ર એક જ વાર ચાલતા પગપાળા ગબ્બર પર્વત ની પરિક્રમા કરે છે , માતાજી ગબ્બર ચાલતા જાય ત્યારે તેવો નવ દુર્ગા મંદિર માં થોડી વાર બેસી પોતાના સાથી મિત્ર બડે બાપુ ની ખબર અંતર જરૂર પૂછે છે.

Right Click Disabled!