જામનગરમાં વધુ 10 દર્દીના મૃત્યુ, 123 પોઝિટિવ કેસ

જામનગરમાં વધુ 10 દર્દીના મૃત્યુ, 123 પોઝિટિવ કેસ
Spread the love
  • એક દિવસમાં શહેરમાં ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩ લોકો મહામારીની ઝપટમાં

જામનગરમાં કોરોના મહામારીનો ભરડો યથાવત રહેતા વધુ ૧૦ સંક્રમિત દર્દીઓના મૃત્યુ નીપજયા છે. એક દિવસમાં શહેરમાં ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩ લોકો મહામારીની ઝપટમાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક સંક્રમિત થતા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. જામનગરમાં કોરોનાના પ્રકોપ વધતાં લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઈ છે. આ કપરી સ્થિતિમાં સોમવારે જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજયા હતા.

બીજી બાજુ એક જ દિવસમાં ૧૨૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં શહેરમાં ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩ લોકોનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, કોરોના કેસ વધવાની સાથે મહામારીથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. કારણ કે, સવારે જામનગરમાં ૧૧૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ મળી કુલ ૧૩૩ દર્દીએ કોરોનાને મ્હાત આપવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સોમવારની સ્થિતિએ શહેરમાં ૧૮૭, ગ્રામ્ય વિસ્તારમાં ૮૧ એકટીવ કેસ રહ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-32.jpeg

Right Click Disabled!