12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન દોડશે

12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન દોડશે
Spread the love

નવી દિલ્હી: રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે આ માહિતી આપી છે.યાદવે આ સાથે એમ પણ કહ્યું કે અમે સતત એ વાત પર નજર રાખી રહ્યા છીએ કે કઈ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ લાંબુ છે. જે પણ ટ્રેનમાં આ પ્રકારે હશે તે માટે વધુ એક તેને ક્લોન ટ્રેન નામ આપવામાં આવ્યુ છે ટ્રેન ચલાવવામાં આવશે. તે ક્લોન ટ્રેન, એક્ચુઅલ ટ્રેન અગાઉ ચાલશે, જેથી યાત્રીઓને પૂરતી જગ્યા મળી શકે. જે રાજ્યોમાંથી પરીક્ષા અથવા અન્ય કોઈ બાબત માટે ટ્રેન ચલાવવાની માંગ થશે તે પૂર્ણ કરવામાં આવશે.કોરોનાને લીધે યાત્રી ટ્રેન સેવા અત્યારે મોકૂફ રાખી છે.

રેલવે સેવાએ પહેલાં ઘણી શ્રમિક સ્પેશિલ ટ્રેન સેવાઓની સાથે સાથે સ્પેશિયલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી. કોવિડ-19 મહામારીના કારણે અત્યારે દરેક પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. અત્યારે દેશમાં 230 સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે.અનલોક-4ની ગાઈડલાઈન જારી થયાના ત્રણ દિવસ બાદ ભારતીય રેલવેએ કહ્યું હતું કે રેલવે આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. કોરોના વાઈરસ તથા લોકડાઉનને પગલે રેલવેએ 25 માર્ચથી તમામ પેસેન્જર, મેલ તથા એક્સપ્રેસ ટ્રેન સર્વિસને રદ્દ કરી દીધી હતી.1લી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે. રેલવે શ્રમિકો માટે 1લી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે તેના મારફતે દેશભરના શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

રેલવેએ કહ્યું હતું કે શ્રમિક ટ્રેનોનો 85 ટકા ખર્ચ કેન્દ્ર ઉઠાવશે અને 15 ટકા ખર્ચ ભાડાના સ્વરૂપમાં રાજ્યો વહન કરશે.7 સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રો રેલવેએ 12 મેથી 15 જોડી એર કન્ડીશનર ટ્રેન તથા 1લી જૂનથી 100 જોડી નિયત સમયની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો. ગયા સપ્તાહ કેન્દ્રએ 7 સપ્ટેમ્બરથી મેટ્રો સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિઝર પણ જારી કરવામાં આવશે, જેમાં મેટ્રો ટ્રેનને લઈ દિશા સૂચનો જારી કરવામાં આવશે. રેલવેની પરીક્ષા 15 ડિસેમ્બરથી ચેરમેન વિનોદકુમાર યાદવે કહ્યું કે રેલવે 1 લાખ 40 હજાર 640 પદો ટેકિકલ-નોન ટેકનીકલ ગ્રેડ માટે પરીક્ષાઓ યોજવામાં આવી રહ્યા છે. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ યોજાશે. રેલવે આ પરીક્ષા 15 ડિસેમ્બરથી કરવામાં આવશે. આ માટે 2 કરોડ 42 લાખ અરજી મળી છે. તેની સ્ક્રૂટની કરવામાં આવી છે. શિડ્યુલ જારી કરવામાં આવશે.

metro.jpg

Right Click Disabled!