જામનગર-કાલાવડમાંથી 12 જુગારીઓ ઝડપાયા

જામનગર-કાલાવડમાંથી 12 જુગારીઓ ઝડપાયા
Spread the love
  • જુગાર પર સ્થાનિક પોલીસની ધોંસ, રોકડ સહિત રૂ.૨૪ હજારની મતા કબજે

જામનગર અને કાલાવડમાં પોલીસે જુદા જુદા સ્થળે દરોડા પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ.૨૪ હજારની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જામગનરમાં ગોકુલનગર વિસ્તારમાં મયુરનગર પાસે અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ ટુકડીએ દરોડો પાડ્યો હતો જે વેળા છ શખ્સો જુગાર રમતા માલુમ પડ્યા હતા.

આથી પોલીસે અખિલ મનસુખભાઇ શિંગળ, જીગર ઉકાભાઇ ભાટુ, સાગર કિશોરભાઇ મકવાણા, નિલેશ રમેશભાઈ મણિયાર, વિનોદ બેચરભાઇ ધોકીયા અને ભીખુભા વિરાજ ચૌહાણને પકડી પાડી રૂ.૧૧૩૫૦ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત કાલાવડ કુંભનાથ પરા વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમવા અંગે ઇસ્માઇલ મુસાભાઇ સમા, લાખા હમીરભાઇ નોતિયાર રફીક સુલેમાનભાઈ દોઢીયા, મહેબુબ નુરમહમદ ભાઈ સોમા, ડાયા બાબુલાલ ચૌહાણ અને ઇલીયાસ બશીરભાઈ સોરાને પકડી પાડી રૂ.૧૩૨૨૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

images-33.jpeg

Right Click Disabled!