જામનગર જિલ્લામાં 14 હજાર અને ખંભાળિયામાં 4700 ડોઝ ફાળવાયા

જામનગર જિલ્લામાં 14 હજાર અને ખંભાળિયામાં 4700 ડોઝ ફાળવાયા
Spread the love
  • જામનગરમાં બુધવારે મોડીસાંજે વેક્સિનનું શ્રીફળ વધેરી સ્વાગત
  • કમુરતાં ઉતરતા ૧૬મીથી રસીકરણ શરૂ, પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને ડોઝ આપવામાં આવશે
  • જામનગરમાં જી. જી. હોસ્પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર, ધ્રોલ, કાલાવડ, લાલપુરમાં રસી અપાશે
  • ખંભાળિયા જનરલ હોસ્પિટલ, દ્વારકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જામરાવલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ થશે

કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે જામનગરવાસીઓ જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે કોરોના પ્રતિરોધક રસીની આતુરતાનો અંત આવ્યો છે. કલેકટર કચેરીએ બુધવારે કોરોનાના રસીના ૧૪ હજાર ડોઝ આવી પહોચ્યા હતાં, જયાં સાંસદ અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ તબકકામાં ૩૦૦૦ આરોગ્ય કર્મીને રસીકરણ કરવામાં આવશે જેની શરૂઆત આગામી તા.૧૬થી થશે. આ રસીકરણ જી.જી.હોસ્પિટલ, નીલકંઠનગર અને કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર, ધ્રોલ, કાલાવડ, લાલપુરમાં વેક્સિન કેન્દ્ર નિર્માણ કરાશે. કોવિન સોફટવેરમાં નામ નોંધાવ્યા હશે તેને રસી આપવામાં આવશે.

જામનગરમાં બુધવારે મોડી સાંજે કોરોનાની રસીનો ૧૪ હજાર ડોઝનો પ્રથમ તબકકો કલેકટર ઓફિસ ખાતે આવી પહોચ્યો હતો. જ્યાં સાંસદ અને કલેકટર તથા અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રસીકરણ તા.૧૬થી શરૂ કરવામાં આવશે. જેમાં શહેર-જિલ્લાના ૩૦૦૦થી વધુ ડોક્ટરો, આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે. જામનગરમાં બે જગ્યા પર રસી રખાશે જામનગરમાં કોરોના પ્રતિરોધક રસી આવી છે. રાજય સરકાર ૧૪ હજાર જેટલા ડોઝની ફાળવણી કરી છે ત્યારે રસીને શહેરમાં જિલ્લા પંચાયતની મલેરિયા શાખા અને મેન્ટલ હોસ્પિટલમાં આઇસલાઇન રેફ્રીજરેટરમાં આઇએમસીઆરની ગાઇડગાઇન અનુસાર સાચવવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

20210115_120044.jpg

Right Click Disabled!