16 લાખની જૂની ચલણી નોટો સાથે એક ઝડપાયો

16 લાખની જૂની ચલણી નોટો સાથે એક ઝડપાયો
Spread the love

દાહોદ ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામેથી જૂની ચલણી નોટો સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક બાઇક સવાર યુવક ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના મુકેશ સુરસીંગ બારીયા નામક યુવક પાસે ૫૦૦ તેમજ ૧૦૦૦ના દરની લાખો રૃપિયાની ચલણી નોટો હોવાની બાતમી એલસીબીને મળતા બોગસ ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી સુથારવાસા ગામના મુકેશ સુરસિંગ બારીયા તેમજ ભરત નામક વ્યક્તિનો સંપર્ક કરી રૃા.૧૬ લાખની જૂની નોટના બદલામાં ૯ લાખ રૃપિયાની નવી નોટો આપવાની ડીલ કરી કરી હતી.

ડીલ મુજબ એલસીબીની ટીમે સુથારવાસા ગામે પહોંચી ઉપરોક્ત મુકેશ સુરસીંગ બારીયાનો સંપર્ક કરતા બંને જણા મોટરસાઇકલ પર ૧૬ લાખ રૃપિયાની ૫૦૦ તેમજ ૧૦૦૦ રૃપિયાની દરની જૂની નોટો લઈને આવતા પોલીસે બંને લોકોને પકડવા જતા બાઇક પર આવેલો ભરત પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થયો હતો. જ્યારે મુકેશ સુરસીંગ બારિયાને ૧૬ લાખ રૃપિયાની જૂની નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

content_image_73c379b7-e608-4c8b-976f-ba08b8bc7baf.jpg

Right Click Disabled!