16 હજાર ફુટનો ગેરકાયદે તબેલો હટાવવા ટીમ પહોંચી તો નગરસેવિકા આડા ઉતર્યા

16 હજાર ફુટનો ગેરકાયદે તબેલો હટાવવા ટીમ પહોંચી તો નગરસેવિકા આડા ઉતર્યા
Spread the love
  • કોંગી મહિલા નગરસેવિકા અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી

જામનગરમાં ૧૬ હજાર ફુટના સરકારી ખરાબામાં ખડકાયેલો ગેરકાયદે તબેલા સહીતના દબાણ તંત્રએ તોડી પાડી દૂર કર્યું છે. કાર્યવાહી દરમિયાન મનપાના કોંગી મહિલા નગરસેવિકા અને તંત્રના અધિકારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી. બબ્બે વખત નોટિસ ફટકારવા છતાં દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવતા તંત્રએ આખરે બુલડોઝર ફેરવ્યું હતું. જામનગરમાં રણજીતસાગર રોડ પર મારૂ કંસારાની વાડી નજીક આવેલ સરકારી ખરાબાની ૧૬ હજાર ફુટની જગ્યામાં મંજૂરી વગર અનઅધિકૃત રીતે તબેલા સહિતનું બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું.

એટલું જ નહીં તેમાં ગાય, ઘોડા પણ રાખવામાં આવ્યા હતા. જેની જાણ થતાં શહેર મામલતદાર દબાણ દૂર કરવા બબ્બે વખત દબાણ કરનાર શખ્સોને નોટિસ ફટકારી હતી. પરંતુ સ્વેચ્છાએ દબાણ દૂર ન થતાં મંગળવારે સીટી મામલતદારે મનપાના એસ્ટેટ શાખા સ્ટાફ સાથે સરકારી ખરાબામાં ખડકાયેલા દબાણ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેની જાણ થતાં મનપાના કોંગી મહિલા નગરસેવિકા મરિયમબેન સુમરાને થતાં તેણી પુત્ર સાથે દોડી આવ્યા હતાં અને દબાણ દૂર કરવાની જાણ કેમ ન કરી નોટિસ કેમ ન આપી તેમ જણાવી મામલતદાર અને અન્ય અધિકારીઓ સાથે ઉગ્ર શાબ્દિક ટપાટપી કરી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

20200715_180540.jpg

Right Click Disabled!