ભરૂચ નેશનલ હાઇવે ઉપર 16 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ

ભરૂચ નેશનલ હાઇવે ઉપર 16 કિ.મી. સુધીનો ટ્રાફિકજામ
Spread the love

ભરૂચ ખાડાઓને કારણે થયેલો ટ્રાફિક જામવાહન ચાલકો કહે છે કે, હાઇવે પર રોડ તૂટી જતા હાલાકી પડે છે, ટોલ ટેક્ષ ઉઘરાવવાનું બંધ કરી દેવુ જોઇએ. મુલદ ટોલ નાકા પર ટેક્ષ લેવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાની માંગ નેશનલ હાઇવે નં-48 ઉપર ભરૂચ પાસે આવેલા સરદાર બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે સરદાર બ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિ.મી સુધી ટ્રાફિકજામ થાય છે.

સતત ટ્રાફિકજામની સ્થિતિ યથાવત રહી છે. 12 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો. આમ 72 કલાકથી વાહન ચાલકો અટવાઇ ગયા છે. હાલ 2 સરદાર બ્રિજ પર પડેલા ફૂટના પડેલા ખાડાઓ પુરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કારના 25 રૂપિયાથી લઇને મોટા વાહનોના 100 રૂપિયા સુધીનો ટોલ ટેક્ષ માફ કરીને લોકોને હાલાકી દૂર કરવાની વિચાર તંત્રને આવતો નથી.

ટ્રાફિકજામને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા ભૂખ્યા-તરસ્યા આઠ કલાકથી ટ્રાફિકમાં ફસાયા છીએ, ટોલ ટેક્ષ ઉઘરાવવાનું બંધ કરો ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલક ઇમરાન ખાને જણાવ્યું હતું કે, તંત્ર ટોલ નાકા પર રૂપિયા વસુલે છે, તેમ છતાં તૂટી જાય તેવા રોડ બનાવે છે, સવારે 3 વાગ્યાથી અમે ટ્રાફિકમાં ફસાયેલા છીએ. ભૂખ્યા-તરસ્યા લાઇનમાં લાગ્યા છીએ. ટોલ નાકા પર રૂપિયા ઉઘરાવવાનું બંધ કરી દેવુ જોઇએ. ટોલ ટેક્ષ ઉઘરાવવાનું બંધ કરવાની માંગ ઉઠી રહી છે અંકલેશ્વર પહોંચવુ છે, પણ આઠ કલાકથી લાઇનમાં છીએ ટ્રાફિકમાં ફસાઇ ગયેલા વાહન ચાલકે જણાવ્યું હતું કે, હું મધ્યપ્રદેશથી નીકળ્યો છું અને અંકલેશ્વર જવુ છું, અમે આઠ કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા છીએ અને જમી પણ શક્યા નથી.

4_1601034797.jpg

Right Click Disabled!