જામનગરમાં 16 દુકાનો ગેરકાયદે ખડકવા મુદ્દે ઘમાસાણ

Spread the love
  • મનપાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને બબ્બે કોર્પોરેટરોએ વર્ષ પહેલા રજૂઆતો કરી હતી, છતાં દુકાન ખડકાઈ ગઈ

જામનગર શહેરના રેલવે સાઈડીંગમાં આવેલા એક જૂના ગોડાઉનને પાડીને મંજૂરી વગર ૧૬ દુકાન રાતોરાત ખડકાઈ જતા આ મામલે ભારે હોબાળો મચ્યો છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કોર્પોરેટરો દ્વારા આ બાબતનો વિરોધ કરી દુકાન તોડી પાડવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ મહાપાલિકા તંત્ર ફક્ત નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે જેના પરથી શહેરભરમાં કેવો વહીવટ ચાલે છે તેનો આ દુકાન ઉત્તમ રૂપ નમુનો છે.

જામનગર શહેરના રેલવે સાઈડીંગ પાસે જૂના ગોડાઉન તોડી પાડી ત્યાં ૧૬ દુકાનો ખડકી દેવામાં આવી કોઈપણ જાતની મંજૂરી વગર બનાવવામાં આવેલી આ દુકાન કોની મહેરબાનીથી બની તે તપાસનો વિષય છે, બાકી આ દુકાનોને તોડી પાડવા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, બે કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો વગેરેએ અરજી કરી છે, પરંતુ મહાપાલિકાના ટીપીઓ શાખા દ્વારા 260 (1) અને 260 (2) મુજબની નોટિસ આપી આગળ કોઇ કાર્યવાહી કરતું નથી જેના કારણે અનેક પ્રકારની શંકા જન્મે છે. જો મહાપાલિકાની તંત્ર સત્તાધિશોને જ માનતું ન હોય તો શહેરભરમાં કેવો વહીવટ ચાલતો હશે તે ખબર પડે છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!