1874000ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતી SOG અમદાવાદ ગ્રામ્ય

બાવળા-બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOG ની કામગીરી મા હતા તે દરમ્યાન પોલીસ કોનસ્ટેબલ સુરેન્દ્રસિંહ અને જયદીપસિંહ ને ખાનગી બાતમી મળેલ કે, એક ટાટા ટ્રક કન્ટેનર નંબર HR-47-C-4306 માં ઘરવખરી ના સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ-રાજકોટ હાઈવે બગોદરા પાસે થઈ રાજકોટ તરફ પસાર થનાર છે જે બાતમી ના આધારે રોહીકા ગામના પાટિયા પાસે વોચ રાખી બાતમી વાળો ટ્રક રોકી તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ-૩૪૦ કિંમત રૂપિયા-૧૨,૨૪,૦૦૦/- ના વિપુલ જથ્થા સાથે એક આરોપી ને પકડી પાડેલ છે. બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓ
(૧) લાલસિંગ ઢાલસિંગ રાઠોડ (રાજપુત) રહે. રાજસ્થાન
(૨) શિવા યાદવ (વોન્ટેડ) રહે. હરિયાણા
આ કામગીરીમાં સામેલ અધિકારીઓ
(૧) શ્રી કે.કે જાડેજા સાહેબ (પોલીસ ઇન્સ્પેક્ટર)
(૨) શ્રી એમ.પી. ચૌહાણ સાહેબ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)
(૩) શ્રી એમ.જી પરમાર સાહેબ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)
(૪) જોરાવરસિંહ મેરૂભા (એ.એસ.આઈ)
(૫) ભરતસિંહ ખુમાનસિંહ(હેડ કોસ્ટેબલ)
(૬) સુરેન્દ્રસિંહ,જયદીપસિંહ, સહદેવસિંહ,હર્ષદભાઈ અને વિષ્ણુભાઈ (પોલીસ કોસ્ટેબલ)
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર
