ધ્રોલ-જામજોધપુરના જુગારના 2 દરોડા

ધ્રોલ તાલુકાના ઇટાળામાં રામાપીરનાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ગોગન ખોડાભાઈ રાતડિયા, સહિત પાંચને રોકડ રૂ.૧૫૩૫૦ સાથે પકડી પાડયા હતા. ત્યારે રેડ દરમિયાન મહેશ રામજીભાઈ રાઠોડ અને સુરેશ ઉર્ફે ડાડો સોમાભાઈ ફરાર થવામાં સફળ રહ્યા હતા. બીજા દરોડામાં જામજોધપુર તાલુકાના રબારીકા ગામની સોનવાડીયા ગામ તરફ જવાના રસ્તે જાહેરમાં મંદિરના લાઈટના અજવાળે જુગાર રમી રહેલા માલદે સહિત ૬ને રોકડ રૂ.૫૯૭૫૦ રોકડ સાથે પકડી પાડ્યા છે.
– રોહિત મેરાણી (જામનગર)
