જૂનાગઢ શહેરના વધુ 2 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

Spread the love

જૂનાગઢ શહેરમાં વધુ ૨ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહરેનામા મુજબ વોર્ડ નં ૨ માં ખલીલપુર રોડ પર આવેલ વિશ્વા સીટી ટાવર નં.એ/૬ નો ચોથો અને પાંચમો માળ. વોર્ડ નં ૭ ઝાંઝરડા રોડ પર આવેલ જીતેન્દ્ર પાર્કમાં સુદર્શન પેલેસ આખુ માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં ૨ ખલીલપુર રોડ પર આવેલ વિશ્વા સીટી ટાવર નં.એ/૬ નો પહેલો, બીજો, ત્રીજો, માળ. વોર્ડ નં ૭ ઝાંઝરડા રોડ પર આવેલ જીતેન્દ્ર પાર્કમાં સુદર્શન પેલેસની બાજુમાં મારૂતી પલેસ એ તથા બી ને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા. ૨૬ ઓકટબર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
.

Right Click Disabled!