ઓખા ભુંગામાં મકાનમાંથી 2200 લીટર ડીઝલ ઝડપાયા

ઓખા ભુંગામાં મકાનમાંથી 2200 લીટર ડીઝલ ઝડપાયા
Spread the love
  • બિલ વગરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો, એકની અટકાયત થઈ

ઓખા ભુંગામાંથી રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી ગેરકાયદે ૨૨૦૦ લીટર ડીઝલ પકડી પાડયું છે. બિલ વગરના ડીઝલનો જથ્થો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. અન્ય દરોડામાં પોલીસે દ્વારકામાંથી દારૂની ૩૬ બોટલ સાથે યુવકને પકડી પાડયો છે. ઓખા ભુંગામાં રહેતા મુસ્તાક ઇશાભાઇ સોઢા નામના શખ્સે પોતાના ગેરકાયદે ડીઝલનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી દ્વારકા એલસીબીને મળી હતી. જેના આધારે પોલીસે મુસ્તાક રહેણાંક મકાન પર દરોડો પાડતા મકાનમાંથી રૂ.૧૫૮૪૦૦ની કિંમતનો ૧૧ બેરલ એટલે કે ૨૨૦૦ લીટર ગેરકાયદે ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે બિલ વગરના ડીઝલનો જથ્થો પકડી પાડી મુસ્તાકની ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી આવ્યો, કોની પાસેથી લીધી તે અંગે તપાસ હાથ ધરી છે. જ્યારે દ્વારકા નરસંગ ટેકરી વિસ્તારમાં પોલીસે આલાભા દેવુભા માણેકના રહેણાંક મકાન પર દરોડો પાડતા મકાનમાંથી ૧૪૪૦૦ કિંમતની દારૂની ૩૬ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન આલાભા ફરાર થઇ જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-4-6.jpeg

Right Click Disabled!