ગુજરાતમાં 250 ઇલેક્ટ્રિક બસ ચલાવવા મંજૂરી અપાઈ

ગુજરાતમાં 250 ઇલેક્ટ્રિક બસ ચલાવવા મંજૂરી અપાઈ
Spread the love

નવી દિલ્હી દેશમાં પર્યાવરણીય પ્રદૂષણ અને બળતણ બચાવવા માટે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર ગોવા, ગુજરાત અને ચંદીગઢ માટે 670 નવી ઇલેક્ટ્રિક બસો આપી છે. મધ્યપ્રદેશ તમિલનાડુ, કેરળ, ગુજરાત અને પોર્ટ બ્લેરમાં 241 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી છે. કુલ 670માંથી મહારાષ્ટ્રને 240, ગુજરાતને 250, ચંદીગઢને 80 અને ગોવામાં 100 બસો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલ, 2015 થી રાજ્યોમાં ચારસો બસો આપવામાં આવી છે યોજનાનો બીજો તબક્કો આગામી ત્રણ વર્ષ માટે 1 એપ્રિલ, 2019 થી શરૂ થયો છે 2021-22 સુધીમાં કુલ 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રીડ વાહનોના ઝડપી ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુજરાતને નવી ઇલેક્ટ્રિક બસો અને ચાર્જિંગ સ્ટેશનોની ભેટ આપી છે. પોતે છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આ ભેંટ આપી હોવાની જાહેરાત કરી હતી. ઇલેક્ટ્રિક વાહનોના પ્રમોશન અને પ્રસારમાં વધારો થઈ રહ્યો છે હુ છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિક ગાડીનો ઉપયોગ કરું છું. એક રૂપિયાનો કિલોમીટર ફ્યુઅલ ચાર્જ લાગે છે. હવે ઘણા ઈ વાહનો આવવા લાગ્યા છે, જે સસ્તા તેમજ સારા પણ છે.કેન્દ્રીય પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે, કેરળ સહિત અન્ય સ્થળોએ ચેજરિંગ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યા છે. તે જ રીતે, દેશમાં ઇલેક્ટ્રિકલ વાહનો મોટા પાયે દોડવાનું શરૂ કરશે. તેમણે દરેકને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરી.

electric-bus-1024x683.jpg

Right Click Disabled!