જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક પરિવાર દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 275 શિક્ષકોએ કર્યુ રક્તદાન

જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક પરિવાર દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 275 શિક્ષકોએ કર્યુ રક્તદાન
Spread the love
  • જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રક્તદાન કરી બન્યા રાહબર

જૂનાગઢ : શૈક્ષણિક પરિવાર જૂનાગઢ દ્વારા પ્રેમાનંદ સ્કુલ ખાતે આજે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૭૫ શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. રક્તદાન શ્રેષ્ઠદાન છે તેમ આ પ્રસંગે જણાવી જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ પણ રક્તદાન કરી સૌના રાહબર બન્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી, શાળા સંચાલકો અને શૈક્ષણિક સંઘોના સહયોગથી આયોજીત આ રક્તદાન કેમ્પ શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પના સ્થળે શિક્ષકો ઉત્સાહપૂર્વક આ માનવતાના કાર્યમાં સહભાગી થયા હતા. આ અગાઉ કેશોદ અને ભેંસાણ ખાતે પણ શિક્ષકો દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કોરોના મહામારીના સંજોગોમાં થેલેસેમીયા દર્દીઓ તથા હોસ્પિટલોમાં બ્લડ પુરતા પ્રમાણમાં મળી રહે તેવા ઉમદા આશયથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય અને પ્રા.જિલ્લા શિક્ષણાધિકારી આર.જી.જેઠવાએ જણાવ્યું હતું. સરકારી બ્લડ બેન્ક માટે આયોજીત આ કેમ્પમાં સિવીલ હોસ્પિટલ જૂનાગઢની ટીમ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બ્લડ ડોનેશન માટે સેવાઓ આપવામાં આવી હતી.

સવારથી જ શિક્ષકો બ્લડ ડોનેશન માટે નોંધણી કરાવી રક્તદાન માટે ઉત્સાહી હતા. આ પ્રસંગે શાળા સંચાલકો જી.પી.કાઠી, જી.બી.પંડ્યા, ચેતન શાહ, હેતલ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મહિલા શિક્ષકોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યુ હતું. કેમ્પને સફળ બનાવવા શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહયોગી થયા હતા.

શિક્ષક પિતા પુત્ર એ કર્યુ સાથે રકત્તદાન

જૂનાગઢ જિલ્લા શૈક્ષણીક પરીવાર દ્રારા જૂનાગઢ ખાતે યોજાયેલ રકત્તદાન કેમ્પમાં શિક્ષક પિતા પુત્ર એ એક સાથે રકત્તદાન કરી માનવતાના કાર્યમાં સહયોગી થયા છે. એન.બી.કાંબલિયા હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક જે.કે. મારૂ અને એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતા તેમના પુત્ર કરણ મારૂ એ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રકત્તદાન કર્યું હતુ.

રકતદાન બાદ શ્રી મારૂએ જણાવ્યુ કે, કોરોના મહામારીમાં બ્લડનછ જરૂરીયાતવાળા દર્દિઓને આસાનીથી બ્લડ મળી રહે તેવા હેતુથી અમે પિતા પુત્રએ રકતદાન કર્યુ છે. અને વ્યયામ શિક્ષક તરીકે હૂં હવારનવાર રકતદાન કરૂ છુ. ઝાંજરડા રોડ ગાયત્રી સ્કુલના શિક્ષિકા આશાબેને રકતદામાં સહભાગી થઇ કહયુ કે, રતદાન એ દર્દિનારાયણને ઉપયોગી થવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201016-WA0036.jpg

Right Click Disabled!