તમામ સ્કૂલોમાં 29મી થી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર

તમામ સ્કૂલોમાં 29મી થી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર
Spread the love

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ સ્કૂલોમાં દિવાળી વેકેશનની તારીખ નિશ્ચિત કરી છે. જે મુજબ શિક્ષકો માટે ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે.કોરોનાને લીધે આ વર્ષે એકેડમિક કેલેન્ડર જાળવી જ શકાયુ નથી ત્યારે શિક્ષકો માટે દિવાળી વેકેશન નક્કી કરવુ જરૂરી હોઈ સરકારની મંજૂરીથી બોર્ડે દિવાળી વેકેશન નક્કી કર્યુ છે. સામાન્યપણે દર વર્ષે બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા નવુ એકેડમિક કેલેન્ડર નક્કી કરી જાહેર કરી દેવાય છે અને જેમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ માટે ૨૧ દિવસ વેકેશન નક્કી કરાયુ છે.જે મુજબ હંમેશા દિવાળીના ત્રણ -ચાર દિવસ પહેલા દિવાળી વેકેશન પડતુ હોય છે

અને દિવાળી પછીના ૧૫થી૧૭ દિવસ સાથે એટલે કે દેવ દિવાળી સુધી ૨૧ દિવસનું વેકેશન અપાય છે.જ્યારે આ વર્ષે બોર્ડે શિક્ષકો માટે દિવાળી વેકેશનની પેટર્ન બદલી છે અને જે મુજબ દિવાળીના ૧૬ દિવસ પહેલાની તારીખથી એટલે કે ૨૯મી ઓક્ટોબરથી વેકેશન અપાયુ છે જ્યારે દિવાળી પછીના માત્ર ચાર દિવસ એટલે કે ૧૮મી નવેમ્બર સુધી ૨૧ દિવસ વેકેશન અપાયુ છે. દિવાળી પછી માત્ર ચાર દિવસ અપાયા છે ત્યારે સરકારે હવે દિવાળીના થોડા દિવસ બાદથી ધો.૯થી૧૨માં સ્કૂલો ખોલવાની જાહેરાત કરી શકે છે.

હાલ દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવા કવાયત ચાલી રહી છે. વિદ્યાર્થીઓ માટે આમ તો કોરોનાને લીધે માર્ચથી જ વેકેશન છે અને સ્કૂલો બંધ છે. શિક્ષકો માટે હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણની કામગીરી હોવાથી તેઓને વેકેશન આપવુ જરૂરી હોવાથી સરકાર સમક્ષ દરખાસ્ત મુકાઈ હતી. સરકારે વેકેશનની મંજૂરી આપતા ગુજરાત બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને વેકેશન નિયત કરવા સ્પષ્ટતા કરી છે. બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વેકેશનલ સ્ટાફ એટલે કે શિક્ષકો માટે વેકેશનનો અમલ થશે જ્યારે નોન ટીચિંગ સ્ટાફ અને આચાર્યોને ૨૧ દિવસનું વેકેશન નહી મળે.

exam-1602915374.jpg

Right Click Disabled!